
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકા પ્રાંત તરીકે નું ચાર્જ સંભાળતા પ્રાંત અધિકારી કુલદીપ ભાઈ દેસાઈ
મામલતદાર કચેરીના તમામ ખાતાના અધિકારીઓ સાથે યોજેલ સૌજન્ય મુલાકાત
ફતેપુરા તા.28
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે ફતેપુરા તાલુકા પ્રાંત તરીકે નું ચાર્જ આજરોજ ચાર્જ સંભાળતા પ્રાંત અધિકારી કુલદીપ ભાઈ દેસાઈ પ્રાંત તરીકે નો ચાર્જ સંભાળ્યા બાદ પ્રાંત અધિકારી કુલદીપ ભાઈ દેસાઈ એ મામલતદાર કચેરીમાં મામલતદાર પી એન પરમાર અને મામલતદાર કચેરીના તમામ ખાતાના અધિકારીઓ ની સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.તેમજ મહેસુલી વહીવટી બાબતે ચર્ચા વિચારણા કરી હતી તથા હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોય ડિઝાસ્ટર બાબતે પણ ઉંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરી તેમજ બીજી ઓગસ્ટે થી શરૂ થતા સેવા સેતુ કાર્યક્રમ ની આયોજન બાબતે ચર્ચા કરી હતી તેમજ મામલતદાર કચેરીમાં આવેલ એટીવીટી શાખા પુરવઠા શાખા મધ્યાન ભોજન શાખા મહેસૂલ શાખા વગેરેની શાખાની મુલાકાત પણ લીધેલ હતી તેમજ ચાલતી કામગીરી થી સંતોષ વ્યક્ત કર્યો હતો