
બાબુ સોલંકી :- સુખસર/શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકામાં હવેથી ભ્રષ્ટાચાર ચલાવી લેવાશે નહીં: ટીડીઓ ઠાકોર.
નવીન ટીડીઓ આવતા સન્માન અને વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૭
ફતેપુરા તાલુકા પંચાયતમાં ટીડીઓ તરીકે કાયમી ભરતી કરાઇ હતી.જે હાજર થતા સન્માન કાર્યક્રમ યોજાયો હતો.તેમજ જુના ટીડીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમા નવીન તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે,તાલુકામાં હવેથી ભ્રષ્ટાચાર ચલાવી લેવાશે નહીં. ખોટા કામ કરવા વાળાને મારા બે હાથ અને ત્રીજું માથું. તાલુકાનો વિકાસ કરવા માટે મારે સાચા કર્મચારીઓનો સાથ અને સહકાર જોઈએ છે.
ફતેપુરા તાલુકા પંચાયતમાં છેલ્લા એક વર્ષથી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા પી.એસ આંબલીયારની જગ્યાએ કાયમી નવીન તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ ઠાકોરની ભરતી કરાઇ હતી.જેઓની ગાંધીનગર જીલ્લા પંચાયતથી પ્રમોશન લઇને ફતેપુરામાં નિમણૂક થઈ હતી.મંગળવારના રોજ ચાર્જ સંભાળ્યો હતો.જેમાં તેમનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.તેમજ ઈન્ચાર્જ ટી.ડી.ઓ અમલીયાર છૂટા થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.
તાલુકા વિકાસ અધિકારી એ જણાવ્યું હતું કે,તાલુકાનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારે મારી નિમણૂક કરી છે. હવેથી તાલુકામાં ભ્રષ્ટાચાર ચલાવી લેવાશે નહીં.ખોટા કામ લઈને મારી પાસે આવવું નહીં.ભ્રષ્ટાચાર કરાવનાર ને મારા બે હાથ અને ત્રીજું માથું. મારે તાલુકા નો વિકાસ કરવો છે.જેથી સાચા કર્મચારીઓ અને પદાધિકારીઓનો સાથ અને સહકાર જોઈએ છે.તાલુકા પંચાયતનો કોઇપણ કર્મચારી તલાટી હોય કે શિક્ષક હોય ખોટું કામ કરતાં માલુમ પડશે તો રાજ્ય કક્ષાએ રિપોર્ટ કરાશે.