
જીગ્નેશ બારીયા :- દાહોદ/શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરામાં ભુમાફિયાઓ દ્વારા સરકારી જમીનમાં ખોદકામ બાબતે હોબાળા તેમજ ઉચ્ચ સ્તરીય રજૂઆતો બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
દાહોદ તા.8
કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી દાહોદ શહેરમાં પધાર્યા હતા. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આજરોજ દાહોદ શહેરમાં જનચેતના કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જોડાયા હતા. બપોર બાદ મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન રેલી પણ યોજાઈ હતી.
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આજરોજ તારીખ ૮મી જુલાઇને ગુરુવારના રોજ સવારના 10:00 કલાકે દાહોદ શહેરમાં આવેલ પંડિત દિન દયાલ ઓડીટોરીયમ (ટોપી) હોલ ખાતે દાહોદ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. સવારે દસ થી બાર કલાકે વિસ્તૃત કારોબારીની મીટીંગ બાદ ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ બપોરના 12 થી 03 વાગ્યાના સમયગાળા દરમિયાન મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી આશીર્વાદ ચોક, આંબેડકર ચોક, યાદગાર ચોક થઈ પેટ્રોલ પંપ પર રેલી પહોંચી હતી જ્યાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા ત્યારબાદ ફ્રન્ટ,સેલ ડિપાર્ટમેન્ટની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી બાદમાં કોરોનામા મૃત્યુ પામેલ સ્વજનોની મુલાકાતે પણ કોંગ્રેસના અગ્રણીઓ સહીત કાર્યકરો પહોંચ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, પૂર્વ સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ કાર્યકર ભાઈ – બહેનો મોટી સંખ્યામાં આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ તા.08
દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ગતરોજ મધ્યરાત્રીના સમયે કેટલાંક ભુમાફીયાઓ દ્વારા નગરમાં આવેલ તળાવની પાળ પર ગેરકાયદે ખોદકામ કરતાં હોવાનું ગ્રામજનોને માલુમ પડતાં ગ્રામજનો દ્વારા તળાવ પર જઈ હલ્લાબોલ કરતાં ખોદકામ કરી રહેલ જેસીબી અને મશીનવાળાઓ નાસી ગયાં હતાં જ્યારે આ મામલે ગ્રામજનો દ્વારા કલેક્ટરથી લઈ ઉચ્ચસ્તરીય રજુઆતો અને વિરોધ કરતાં આજરોજ આ સંબંધે ફતેપુરાના તલાટી કમ મંત્રી દ્વારા આ મામલામાં સંડોવાયેલ ગામમાં રહેતી બે વ્યક્તિઓ વિરૂધ્ધ નામજાેગ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા નગર જાણે ભુમાફીયાઓનું એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે. કોઈને કોઈક દિવસે ફતેપુરા નગરમાં ભુમાફીયાઓના આતંકને પગલે ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠ્યો છે ત્યારે ગતરોજ તાજા એક બનાવમાં મધ્યરાત્રીના સમયે જેસીબી મશીન અને ટ્રેક્ટર વડે તળાવની પાળ તરફ ખોદકામ ચાલતું હોવાની મધ્યરાત્રીના સમયે ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં તળાવ ખાતે દોડી ગયાં હતાં અને ગ્રામજનોને આવતાં જાેઈ જેસીબી મશીન અને ટ્રેક્ટરના ચાલકો રફુચક્કર થઈ ગયાં હતાં. રાતો રાતજ દાહોદ જિલ્લા કલેક્ટર પર ફતેપુરાના ગ્રામજનોના ફોન રણકવા લાગ્યા હતાં અને બીજા દિવસે કલેક્ટરથી લઈ સંલગ્ન અધિકારીઓને ભુમાફીયાઓના વિરોધમાં સખ્ત વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આ સંબંધે આજરોજ ફતેપુરા ગ્રામપંચાયતના તલાટી કમમંત્રી વિક્રમસિંહ અમરસિંગ ડામોર દ્વારા ફતેપુરાના તાલુકાના કરોડીયાપુર્વ ગામે રહેતાં કાન્તીલાલ અંબાલાલ પંચાલ અને ઝાલોદ તાલુકાના ઝાલોદ નગરમાં રહેતાં ઘાંચી મહમંદ ઈસાખ અબ્દુલ ગનીભાઈ વિરૂધ્ધ આ મામલે બંન્ને વિરૂધ્ધ તલાટી કમમંત્રી દ્વારા આ સંબંધે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————