
બાબુ સોલંકી :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના ગવા ડુંગરાની પરણીતાને પ્રસુતિની પીડા ઉપડતાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવવાની ફરજ પડી
સાત માસથી માતાના ગર્ભમાં રહેલ બાળક પ્રસુતિ બાદ હલન ચલન નહીં કરતાં સંતરામપુર ખાનગી દવાખાનામાં દાખલ કરાયું
સુખસર,તા.૧૮
ફતેપુરા તાલુકાના ગવા ડુંગરા ગામમાં રહેતી એક સ્થાનિક સગર્ભા મહિલાને છેલ્લા ૧૨ કલાકથી પ્રસુતિની પીડા ઉપડતાં પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરતાંજ ૧૦૮ ઈમરજન્સી વાન સુખસરને કોલ મળતા સવારે ૦૭:૫૯ ટાઈમે કેસ મળતાની સાથે જ તાત્કાલિક સગર્ભા મહિલાના ઘરે ગવા ડુંગરા ગામે પહોંચી મદદ માટે આવી પહોંચ્યા હતા.અને સગર્ભા મહિલાને તપાસતા પ્રસુતિ દુખાવો થતો હતો. અને ૧૦૮ ના ઇમર્જન્સી મેડિકલ ટેકનીશ્યન કલ્પેશભાઇ મછાર તથા પાયલોટ રાજપાલસિંહ ચૌહાણને હોસ્પિટલ જતા રસ્તામાં ૧૦૮ એમ્બ્યુલન્સ માંજ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી.જેથી તેઓએ એમ્બ્યુલન્સને રોડની બાજુમાં ઉભી રાખી સગર્ભા મહિલાને પ્રસુતિ કરાવતા તે વખતે બાળક સહેજ પણ રડ્યું નહતું અને હલન ચલન પણ કરતું ન હતું. આ બાળક માતાના ગર્ભમાં સાત મહિનાથી હતુ.જેથી ઈ.આર.સી.પી ફિઝિશિયન ડોક્ટર પ્રજાપતિના માર્ગદર્શનથી એમ્બ્યુલન્સમાં ઈમર્જન્સી મેડિકલ કલ્પેશભાઇ મછાર તથા પાયલોટ રાજપાલસિંહ ચૌહાણની સૂઝબૂઝથી ખૂબ જ કાળજીપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી હતી.અને ન્યૂ બોર્ન બેબી ને ખૂબ કાળજી પૂર્વક સારવાર આપતા આપતા સુરેખા બા હોસ્પિટલ સંતરામપુર દવાખાના સુધી લઈ ગયા હતા.અને દવાખાનાના ડોક્ટર રણજીત સિંહ જોજા સાહેબને બધી તકલીફ જણાવી અને માતા અને બાળકને દાખલ કરીને ત્યાંથી ૧૦૮ ઈમરજન્સી વાન પોતાના મેડિકલ ટેકનિશિયન અને પાયલોટ સાથે ત્યાંથી રવાના થઈ હતી. આમ ૧૦૮ ઇમર્જન્સીવાનના ઇમર્જન્સી મેડિકલ ટેકિનશિયન અને પાયલોટ સ્ટાફે પોતાની આવડત અને અનુભવના સહારે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.૧૦૮ ના કર્મચારીઓ સાચા અર્થ માં દેવદૂત સાબિત થયા હતા.