Thursday, 25/04/2024
Dark Mode

ફતેપુરા નગરમાં ભુમાફીયાઓ તેમજ દબાણ કર્તાઓ બેલગામ..!!:મઘરાત્રે ભુમાફિયાઓ દ્વારા જેસીબી તેમજ મશીનો દ્વારા તળાવની પાળમાં ખોદકામ કરતા મામલો ગરમાયો:સમગ્ર મામલે કલેક્ટરશ્રીએ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આડે હાથે લીધા: સમગ્ર મામલાની તપાસ હાથ ધરી અહેવાલ આપવા આદેશ કર્યા 

July 7, 2021
        814
ફતેપુરા નગરમાં ભુમાફીયાઓ તેમજ દબાણ કર્તાઓ બેલગામ..!!:મઘરાત્રે ભુમાફિયાઓ દ્વારા જેસીબી તેમજ મશીનો દ્વારા તળાવની પાળમાં ખોદકામ કરતા મામલો ગરમાયો:સમગ્ર મામલે કલેક્ટરશ્રીએ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આડે હાથે લીધા: સમગ્ર મામલાની તપાસ હાથ ધરી અહેવાલ આપવા આદેશ કર્યા 

જીગ્નેશ બારીયા :- દાહોદ/શબ્બીર સુનેલવાલ ફતેપુરા 

ફતેપુરા નગરમાં ભુમાફીયાઓ તેમજ દબાણ કર્તાઓ બેલગામ:

મઘરાત્રે ભુમાફિયાઓ દ્વારા જેસીબી તેમજ મશીનો દ્વારા તળાવની પાળમાં ખોદકામ કરતા મામલો ગરમાયો:

ગામવાસીઓ સ્થળ પર ભેગા થઇ વિરોધ નોંધાવતા ભુમાફિયાઓ જેસીબી ટ્રેક્ટર લઈને ભાગ્યા

 ભુમાફિયાઓ તેમજ સરપંચની સાઠગાઠ હોવાનું આક્ષેપો કરતા ગ્રામજનો: મથુરા નગરમાં દબાણો મુદ્દે  ગાંધીનગર સુધી રજૂઆતો બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી ન થતા લોકોમાં રોષની લાગણી 

 ગ્રામવાસીઓએ સરપંચનો જાહેરમાં ઉંઘડો લેતા સરપંચ રડી પડ્યા

મામલો સંગીન થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે ગોઠવાયો 

સમગ્ર મામલે કલેક્ટરશ્રીએ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આડે હાથે લીધા: સમગ્ર મામલાની તપાસ હાથ ધરી અહેવાલ આપવા આદેશ કર્યા 

દાહોદ તા.૦૭

 ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીનમાં ખોદકામ કર્યાની તસવીરો

દાહોદ જિલ્લાના ફતેપુરા નગર સહિત તાલુકામાં ગેરકાયદે સરકારી જમીન સહિત અન્ય જમીનમાં ભુમાફિયાઓ તેમજ દબાણ કર્તાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધવા માંડ્યો છે. સ્થાનીક વહીવટી તંત્રની નજર રહેમ હેઠવ ભુ માફિયાઓ બેફામ બનતાં સમગ્ર ફતેપુરા તાલુકાના ગ્રામજનોમાં રોષની લાગણી ભભુકી ઉઠી છે ત્યારે ગતરોજ ફતેપુરા નગરમાં રાત્રીના સમયે તળાવની પાળ પર ગેરકાયદે ખોદકામ થતાં આ અંગની જાણ સ્થાનીકો થતાં સ્થાનીકો તળાવ તરફ દોડી ગયાં હતાં જ્યાં ગેરકાયદે ખોદકામ કરી રહેલ જીસીબી મશીન અને ટ્રેક્ટરવાળા ગ્રામજનોને જાેઈ નાસી ગયાં હતાં. આ ઘટના બાદ ગ્રામજનો દ્વારા રાતોરાત આ અંગેની જાણ દાહોદ જિલ્લા કલેક્ટરને ફોન દ્વારા કરવામાં આવી હતી ત્યારે આજરોજ ફતેપુરાના ગ્રામજનો દ્વારા આ અંગે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ફતેપુરા ગામમાં આવેલ તળાવ ભુમાફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ સરપંચ અને ભુમાફીયાઓના એકબીજાના મેળાપીપણામાં આ ગેરકાયદે કામકાજ થતું હોવાના આક્ષેપો સાથે સરપંચને તેની સત્તા પરથી દુર કરવામાં આવે તેવી રજુઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સ્થાનીક વહીવટી તંત્રના અધિકારીઓની પણ આ ગેરકાયદે કામગીરીમાં સંડોવાણી અને હાથ હોવાનો છડેચોક બુમો ઉઠવા પામી છે. જાણવા મળ્યાં અનુસાર, ફતેપુરાની તળાની પાળ પર ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે.

ભુમાફિયાઓ દ્વારા સરકારી જમીનમાં મધરાતે ખોદકામ દરમિયાન ગ્રામજનો દ્વારા ભેગા થઈ હોબાળા મચાવ્યાના દ્રશ્યો 

ફતેપુરા નગરમાં ભૂમાફિયાઓ તેમ જ દબાણ કર્તાઓનો રાફડો ફાટ્યો: સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય રજુઆતો બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી નહી 

 દાહોદ જિલ્લાનો ફતેપુરા તાલુકા હરહંમેશ ચર્ચાનો વિષય બનતો રહે છે તેમાંય ફતેપુરા તાલુકામાં ભુમાફિયાઓ તેમજ ગરકાયદે જમીનોનું દબાણકર્તાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સ્થાનીકો પાસેથી જાણવા મળ્યાં અનુસાર, ફતેપુરામાં સ્થાનીક વહીવટી તંત્ર તેમજ સરપંચની મદદથી ભુમાફીયાઓ બેફામ બની રહ્યાં છે. આ લોકોના એકબીજાના મેળાપીપળામાં સરકારી જમીનો પર ભુમાફીયાઓ કબજાે જમાવી રહ્યો છે. ભુતકાળમાં પણ ફતેપુરાના ગ્રામજનો દ્વારા કલેક્ટરથી લઈ ગાંધીનગર સુધી આ અંગે અનેક રજુઆતો કરવામાં આવી હતી પરંતુ આવા સ્થાનીક વહીવટી તંત્રના અધિકારીઓ, સરપંચ અને ભુમાફીયાઓ વિરૂધ્ધ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતો ભુમાફીયાઓ બેફામ બની રહ્યાં છે ત્યારે ગઈકાલના જ એક કિસ્સાથી સમગ્ર ફતેપુરા નગરવાસીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

ભુમાફિયાઓ દ્વારા મધરાતે જેસીબી મશીન દ્વારા ખોદકામ હાથ ધરાતા મામલો બિચક્યો: ગ્રામજનો ભેગા થઇ હોબાળો મચાવતા ભૂમાફિયા ઊભી પૂંછડીએ ભાગ્યા 

જાણવા મળ્યાં અનુસાર, ગતરોજ મોડીરાત્રીના સમયે ફતેપુરા નગરમાં આવેલ તળાવની પાળ પર ગેરકાયદે ખોદકામ થઈ રહ્યું હતું. આ અંગેની જાણ ગ્રામજનોને થતાંની સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં આ તળાવ ખાતે દોડી ગયાં હતાં. ગ્રામજનોને આવતાં જાેઈ ખોદકામ કરી રહેલા જે.સી.બી. મશીન અને ટ્રેક્ટરના ચાલકો ફરાર થઈ ગયાં હતાં. રાતોરાત ફતેપુરાના ગ્રામજનોના ફોન દાહોદ જિલ્લા કલેક્ટર પર રણકવા લાગ્યાં હતાં

ગ્રામવાસીઓએ સરપંચનો જાહેરમાં ઉંઘડો લેતા સરપંચ રડી પડ્યા: સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ભૂમાફિયાઓ તેમજ દબાણકર્તાઓ સાથે સાંઠગાંઠ કરી લાભ પહોંચાડવાના આક્ષેપો કરતા ગ્રામજનો 

બીજી તરફ ગ્રામજનો દ્વારા સરપંચ પર હલ્લાબોલ કરતાં સરપંચ રડી પડ્યો હતો. આજરોજ આ મામલે ફતેપુરાના ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, ફતેપુરા ગ્રામ પંચાયતની વિવિધ સરકારી જમીનમાં દબાણ કરવામાં આવેલ છે. છેલ્લા કેટલાંક સમયથી વારંવાર રજુઆત કરવા છતાં આજદિન સુધી ફતેપુરાના સરપંચએ આજદિન સુધીમાં કોઈ જમીન દબાણકર્તાઆની સામ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તમામ જમીનોમાં સરપંચની સહભાગી હોઈ અને સરપંચ પણ મોટો બિલ્ડર હોઈ સરપંચ પોતાની સત્તાનો ગેરઉપયોગ કરી રહ્યો છે. સરકારી જમીનો બારોબાર વેચી દેવામાં આવેલ હોવાના આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યાં છે ત્યારે સરપંચને સત્તામાંથી દુર કરવામાં આવે નહીં તો આવનાર દિવસોમાં ગાંધી ચિન્ધ્યા માર્ગ જવાની ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે.

સમગ્ર મામલે કલેકટરશ્રી એક્શન મોડમાં: સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓને આડે હાથે લીધા: સમગ્ર મામલે ત્વરિત કાર્યવાહી કરી અહેવાલ સુપરત કરવા આદેશ કરાયા 

 બીજી તરફ જાણવા મળ્યાં અનુસાર, એક્શનમાં આવેલ દાહોદ જિલ્લા કલેક્ટરે ફતેપુરાના સ્થાનીક વહીવટી તંત્રના અધિકારીઓને આડેહાથ લેતાં આજરોજ ફતેપુરાના મામલતદાર દ્વારા ફતેુરાના તાલુકા વિકાસ અધિકારીને આ સમગ્ર મામલાની તપાસ તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કર્યાે છે. વધુમાં જમીનમાં ગત મધ્યરાત્રે પુનઃ દબાણકર્તાઓ તરફથી ખોદકામ કરવાનું ચાલુ કરવામાં આવતાં ગામલોકો તરફથી દાહોદ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરતાં મામલતદારે સ્થળ તપાસ કરતાં ખોદકામ તાજુ હોવાનું ધ્યાને આવતાં તાલુકા વિકાસ અધિકારીને આ અંગે અહેવાલ મોકલવા તેમજ તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ કરતાં ભુમાફીયાઓ સહિત ફતેપુરાના સ્થાનીક વહીવટી અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે આવનાર દિવસોમાં આ ફતેપુરાનો મામલો ક્યાં જઈને અટકશે તે જાેવાનું રહ્યું છે.

તસ્વીર લાઈન ઃ દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં આવેલ તળાની પાળે ગતરોજ મધ્યરાત્રીના સમયે ભુમાફીયાઓ દ્વારા રાત્રીના સમયે જેસીબી અને ટ્રેક્ટરની મદદથી ગેરકાયદે ખોદકામ કરતાં ગ્રામજનોને આ અંગેની જાણ થતાં તળાવ ખાતે ગ્રામજનો ઉમટી પડ્યાં હતાં ત્યારે બીજા દિવસે ગ્રામજનો દ્વારા આ અંગે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા તેમજ સરપંચને પદ પરથી દુર કરવા રજુઆત કરવામાં આવી હતી.

 

——————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!