
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરામાં ભુમાફિયાઓ બેફામ:મઘરાતે તલાવની પાળ ખોદી સરકારી જમીન પર કબજો જમાવવાની કોશિશ
ગ્રામજનો સ્થળ પર ભેગા થઈ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા ભુમાફિયાઓ જેસીબી-ટ્રેક્ટર લઇ ભાગ્યા..
રાત્રિના 2:00કલાકે મામલતદાર દ્વારા સ્થળ મુલાકાત લઈ પોલીસને કરેલ જાણ
ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા દબાણ કર્તાઓને નોટિસ પાઠવી પોલીસ સ્ટેશનમાં ભૂમાફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા લેખિતમાં જાણ કરાઈ
ફતેપુરા તા.07
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં વર્ષો જૂનો પાણીનો તળાવ આવેલ છે આ તળાવની નજીકમાં ખાનગી માલિકીના સર્વે ધરાવતા ઇસમો દ્વારા ફતેપુરાના તળાવ પર રાત્રિના આશરે બે કલાકનો સમય પર ભુમાફિયાઓ દ્વારા તળાવની પાળ નું જેસીબી મશીન દ્વારા અને ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરી કબજો જમાવતા હોવાનું ગ્રામજનોને જાણ થતા રાત્રિના સમયે ગ્રામજનો ભેગા થઈને તળાવની પાળ પર દોડી આવી ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા અને ઉગ્ર બોલાચાલી થતા તેમજ મામલતદાર શ્રી ને જાણ કરતા મામલતદાર શ્રી રાત્રિના બે વાગ્યાના સમય ગેરકાયદેસર ખોદકામ કરતા સ્થળ પર દોડી આવી પોલીસ સ્ટેશને પોલીસને જાણ કરતા પીએસઆઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી કામ બંધ કરાવ્યું અને જેસીબી મશીન તેમજ ટ્રેક્ટર નો કબ્જો લઈ મુદ્દામાલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો ગ્રામજનો દ્વારા રાત્રિના સમયે ભૂ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર તળાવની પાળ ખોદકામ કરી કબજો જમાવવાની કોશિશ કરતા કલેકટરશ્રીને પણ રાત્રિના સમયે ગ્રામજનો દ્વારા ફોન પર જાણ કરી હતી ફતેપુરા નગરમાં દિવસે દિવસે ભૂમાફિયા નો ત્રાસ વધતો જાય છે પોતાના સર્વે નંબર ને નજીક આવેલ સરકારી જમીન ઉપર કબજો જમાવતા હોય છે તે પણ રાત્રિના સમયે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ભૂમાફિયા દબાણકર્તાઓને નોટિસ પાઠવી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં જાણ કરેલ છે