બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી.
ફતેપુરા આઈ.કે દેસાઈ હાઈસ્કૂલના મેદાનમાં યોગા દિનની ઉજવણી કરવામાં આવી હતી.
સુખસર,તા.21
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા શ્રી આઈ.કે.દેસાઈ હાઈસ્કૂલના મેદાનમાં નવમાં આંતરરાષ્ટ્રીય યોગા દિનની ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ,ફતેપુરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,જાગૃતિ કન્યા વિદ્યાલયના અને આઈ.કે દેસાઈ હાઈસ્કૂલના આચાર્યઓ, બ્રહ્માકુમારી ના નીતા દીદી,ફતેપુરા નગરના અગ્રણીઓ દ્વારા દીપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવેલ હતો.નવમા આંતરરાષ્ટ્રીય યોગા દિનની ઉજવણીમાં યોગા કોચ અને યોગા ટેલર દ્વારા ઉપસ્થિત મહાનુભવો અને ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેલ આઈ.કે દેસાઈ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ,જાગૃતિ કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને નગરજનો યોગાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવેલ હતું.