બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી તથા પટીસરા પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસ ઉજવાયો.
બાળકોને નાનપણથી જ પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ,સહાનુભૂતિ જાગે અને તેમના પ્રત્યે આદર રાખે તે હેતુથી વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે.
સુખસર,તા.20
ફતેપુરા તાલુકાની ભીતોડી અને પટીસરા પ્રાથમિક શાળામાં તારીખ 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને વિશ્વચકલી દિવસ કેમ ઉજવવામાં આવે છે ? વિશ્વ ચકલી દિવસ ક્યારથી ઉજવાય છે ?અને આપણે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરીને શું બોધપાઠ લેવો જોઈએ? તેની બાળકોને માહિતી આપવામાં આવી હતી.સાથે-સાથે બાળકો નાનપણથી જ પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ,સહાનુભૂતિ જાગે અને તેમના પ્રત્યે આદર રાખે અને પશુ પક્ષીઓની સેવા કરતા થાય તે માટે શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.જેમાં ચકલીના માળા બનાવવામાં આવ્યા.પક્ષી પરબ બનાવવાની પ્રવૃત્તિ યોજવામાં આવી,જેમાં બાળકોએ ખૂબ સુંદર પ્રવૃત્તિઓ બનાવી હતી.ત્યારબાદ વિશ્વ ચકલી દિવસ અને વર્લ્ડ સ્પેરો ડે, અક્ષરલેખન સ્પર્ધા યોજવામાં આવી હતી.ત્યારબાદ ચકલીના ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રીતે બાળકોએ તમામ પ્રવૃત્તિઓમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. વિજેતા બાળકોને યોગ્ય ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું.