
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા નગરમાં નગરમાં હર્ષોઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ધુળેટીનો તહેવાર ઉજવાયો..
ફતેપુરા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ધુળેટી નો તહેવાર મનાવવામાં આવ્યો
ફતેપુરા તા.08
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં હર્ષ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં સપ્તરંગી રંગો થી રંગાયેલ તહેવાર ધુળેટી નો તહેવાર મનાવવામાં આવ્યો હતો. નગરના નાના-મોટા ભાઈઓ બહેનો બાળકો અને વડીલો દ્વારા એકબીજાને રંગો છાંટી ધુળેટી નો તહેવાર મનાવવામાં આવ્યો હતો. સવારથી જ નગરજનોએ સ્વૈચ્છિક પોતાના કામ ધંધા બંધ રાખી એકબીજાને કલર છાંટી ધુળેટી નો તહેવાર હર્ષ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં મનાવવામાં આવેલ હતો ફતેપુરા નગરના પોલીસ સ્ટેશનમાં ફતેપુરા પીએસઆઇ જીકે ભરવાડ અને પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનના પટાંગણમાં એકબીજાને કલર રંગ છાટી ધુળેટી નો તહેવાર ભારે હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં મનાવવામાં આવ્યો હતો ફતેપુરા નગરમાં ધુળેટી નો તહેવાર નાના મોટા બાળકો અને વડીલો ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવાવમા આવ્યો હતો