
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના નિરાધાર બાળકો સાથે હોળીના તહેવારની અનોખી રીતે ઉજવણી કરાઈ.
ફતેપુરા તાલુકાના અલગ-અલગ ગામના 56 જેટલા નિરાધાર બાળકોને હોળીની કીટનું વિતરણ કરાયુ.
સુખસર,તા.08
ફતેપુરા તાલુકાના જુદા જુદા ગામડાઓમાં 65 જેટલા અનાથ બાળકો છે કે જેઓનો કોઈ આધાર નથી.નીચે ધરતી અને ઉપર આકાશ અને એમાંય તહેવારના સમયે બધા પરિવાર સાથે મળે છે,બહારગામ મજૂરી કરનાર માણસ પણ પોતાના ઘરે માતા-પિતા સાથે મળીને તહેવાર મનાવે છે.આવા સમયે આ અનાથ બાળકો ખૂબ જ દુઃખ અનુભવતા હોય છે.તો આ તમામ બાળકોને પોતાનો પરિવાર માનીને હોળીના દિવસે બાળકોના ઘરે જઈ સુખદુઃખની વાતો કરી તેમના શિક્ષણ અંગે ચર્ચા કરી તથા સરકાર તરફથી તેઓને લાભ મળે છે કે નહીં? તેની પણ માહિતી મેળવી સાથે તેમને જ્યારે પણ કાંઈ જરૂર પડે તો જણાવવા કહ્યું હતું.આ મુલાકાત દરમિયાન તમામ બાળકો ખૂબ જ ભાવુક બન્યા હતા.સાથે આ પરિવાર માટે ખજૂર,વેસણ સોજી,તેલ,ગોળ, દાળ વગેરેની કીટ વિતરણ કરવામાં આવી હતી.એક કીટ 250 રૂપિયાની હતી.જેમાં સુખસરમાંથી સુનિલભાઈ તરફથી પાંચ કીટ,હિતેશ ભાઈ પાંચ કીટ,વસંતભાઈ પાંચ કીટ,હિન્દુ સંગઠન સુખસર પાંચ કીટ,પ્રતિકભાઈ ત્રણ કીટ,દીક્ષિતભાઈ બેકીટ,મનીષભાઈ એક કીટ મળી કુલ 26 કીટોનો સહયોગ મળ્યો હતો.તથા 56 બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ.સાથે તમામ અનાથ બાળકોની રૂબરૂ મુલાકાત કરીને હોળીનો તહેવાર મનાવવામાં આવ્યો હતો.