
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના વાંગડ ગામના ગરાડીયા ફળિયામાં નવી વીજ ડીપી નાખીને વીજ પુરવઠો ચાલુ કરાયો.
ફતેપુરા તા.03
ફતેપુરા તાલુકાના વાંગડ ગામે ગરાડીયા ફળિયામાં છેલ્લા એક માસથી વીજ ડિપી બળી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો અને વાંગડ ગામના ગરાડીયા ફળિયા માં અંધારપટ છવાઈ જવા પામ્યો હતો.
આ બાબતે ગ્રામજનોએ વારંવાર ફતેપુરા એમજીવીસીએલને રજૂઆત કરી હતી પરંતુ ફતેપુરા એમજીવીસીએલ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ન કરાતા ગતરોજ ગ્રામજનોએ તાત્કાલિક ડીપી નાખીને ચાલુ નહીં કરવામાં આવે તો ફતેપુરા એમજીવીસીએલ કચેરી ખાતે ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.જે અંગેના અહેવાલો વિવિધ માધ્યમોમાં પ્રસારિત થયા હતા જેના પગલે ફતેપુરા MGVCL તંત્ર દોડતું થયું હતું અને આજરોજ ફતેપુરા તાલુકાના વાગડ ગામે ગરાડીયા ફળિયામાં નવી વીજ ડીપી નાખીને ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વ વત ચાલુ કરવામાં આવ્યો છે.