
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લેતા દાહોદ જિલ્લા ડેપ્યુટી કલેકટર
ફતેપુરા તા.03
દાહોદ જિલ્લાના મધ્યાન ભોજન યોજનાના ડેપ્યુટી કલેક્ટર ફાલ્ગુન પંચાલે ફતેપુરા તાલુકાના મધ્યાન ભોજન યોજના કેન્દ્રોની ઓચિંતી મુલાકાત લઈ આકસ્મિક ચકાસણી હાથ ધરી હતી.
તેઓએ તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રો પર પહોંચી દફતરોની ચકાસણી હાથ ધરી હતી તેમજ ખાદ્ય સામગ્રી ની તપાસ કરી હતી તેમજ રાંધેલા ભોજન પણ ચકાસ્યું હતું તેમજ બાળકો સાથે પણ વિવિધ ચર્ચાઓ કરી હતી.
આ ચકાસણી દરમિયાન વિવિધ કેન્દ્રો હાજર સંચાલકો અને રસોઈયા ઓ વિવિધ બાબતો એ ચર્ચાઓ કરી હતી અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.