બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.
28 ફેબ્રુઆરી-1928 ના રોજ ચંદ્રશેખર વેંકટરામન દ્વારા કરવામાં આવેલી શોધના કારણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
બાળકોમાં નાનપણથી અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓ ઘર કરે નહીં તે હેતુથી વિજ્ઞાનના અલગ-અલગ પ્રયોગો દ્વારા માહિતગાર કરી જાગૃત કરવામાં આવ્યા.
સુખસર,તા.28
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.બાળકો વિજ્ઞાનને જાણતા થાય,વિજ્ઞાનને માણતા થાય અને તેનું મહત્વ સમજે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. સાથે વિજ્ઞાન દિવસ કેમ ઉજવવામાં આવે છે?ક્યારથી ઉજવવામાં આવે છે?અને કોની યાદમાં ઉજવાય છે?જેની બાળકોને માહિતી આપવામાં આવી હતી.જેમાં 28 ફેબ્રુઆરી-1928 ના રોજ ચંદ્રશેખર વેંકટ રામન દ્વારા કરેલ શોધના કારણે ઉજવવામાં આવતો હોવાની બાળકોને સમજ આપવામાં આવી હતી. તથા તેઓને 1930 માં વિજ્ઞાન ક્ષેત્રે કરેલી શોધ માટે નોબલ પારીતોષીક મેળવનાર પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયાના વ્યક્તિ હતા.સાથે બાળકોને વિજ્ઞાનીઓ અને તેમની શોધ વિષેની જાણકારી આપવામાં આવી હતી.તથા વિજ્ઞાનના સાધનોની સમજ પણ આપવામાં આવી હતી.ત્યારબાદ વિજ્ઞાનના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.જેમાં વિજ્ઞાન એ તમામ દુઃખ દૂર કરે છે,તેમની મુશ્કેલી દૂર કરે છે અને કોઈ પણ કાર્ય સરળ બનાવે છે ની સમજ આપવામાં આવી હતી.સાથે-સાથે આ વિસ્તારમાં લોકોને ઢોંગી બાવા અને ભુવા બડવા જુદા- જુદા ચમત્કાર કરીને ભલી ભોળી પ્રજાને છેતરી અને લુંટે છે તથા અંધશ્રદ્ધામાં ફસાવે છે.જેથી બાળકોને જુદા-જુદા પ્રયોગો દ્વારા જાદુ નહીં પણ વિજ્ઞાન છે તે સિદ્ધ કરીને બાળકોને સમજાવ્યું હતું.દાખલા તરીકે પાણીમાં આગ સળગાવી,નાળિયેરમાંથી રંગીન પાણી નીકાળવું,નારિયેળ સળગાવવું, લીંબુ કાપવાથી લાલ લીંબુ નીકળવું, પથ્થર સળગાવો જેવા પ્રયોગો દ્વારા બાળકોમાં નાનપણથી ખોટી અંધશ્રદ્ધા અને માન્યતાઓ ઘર નહીં કરે તે માટે બાળકોને વિજ્ઞાનના અલગ-અલગ પ્રયોગો દ્વારા માહિતી આપી હતી હતી. અને જાગૃત કરવામાં આવ્યા હતા.સાથે- સાથે નિબંધ લેખન અને ક્વિઝ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.જેનાથી બાળકો ગમ્મત સાથે વિજ્ઞાનની માહિતી મળે અને લાંબો સમય સુધી યાદ રહે તેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.