રિપોર્ટર :- બાબુ સોલંકી /શબ્બીર સુનેલવાલ
ફતેપુરા તાલુકા મથક ખાતે ફતેપુરા- સંજેલી તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ના લાભાર્થીઓનુ સંમેલન યોજાયું.
આવાસ યોજના લાભાર્થી સંમેલનમાં ફતેપુરા તાલુકાના 1005 તથા સંજેલી તાલુકાના 77 લાભાર્થીઓને મંજૂરી પત્ર આપવામાં આવ્યા.
સુખસર,તા.20
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આજરોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદના સૌજન્યથી આઈ.ટી.આઈ પ્રાંગણમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) લાભાર્થીઓનું સંમેલન ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું.જેમાં વર્ષ 20223 ના આજની સ્થિતિએ લાભાર્થી સંમેલનમાં ફતેપુરા સંજેલી તાલુકાના 1082 લાભાર્થીઓને મંજૂરી પત્રો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા ખાતે આઈ.ટી.આઈ કમ્પાઉન્ડમાં આજરોજ ફતેપુરા તથા સંજેલી તાલુકાના પ્રધાનમંત્રી આવાસ (ગ્રામીણ)લાભાર્થીઓને મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા.ફતેપુરા તાલુકાના વર્ષ 2016-17 થી વર્ષ 2023 પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના મંજૂર થયેલ લાભાર્થીઓ માં જોઈએ તો વર્ષ 2016-17 માં કુલ 2,771 આવાસ મંજૂર કરવામાં આવ્યા હતા.જે પૈકી કામગીરી પૂર્ણ થઇ હોય તેવા 2750 મકાનો છે.જેનો ખર્ચ ₹3.30 કરોડ હોવાનું જાણવા મળે છે.જ્યારે વર્ષ 2017-2018 માં મંજૂર થયેલ આવાસમાં 2286 જે પૈકી 2,279 મકાનો પૂર્ણ થયા છે.જેનો ખર્ચ રૂપિયા 2.73,480 હોવાનું જાણવા મળે છે.જ્યારે વર્ષ 2019-20 માં મંજુર થયેલ આવાસ 2514 જે પૈકી 2511 મકાનો પૂર્ણ થયેલ હોવાનું અને તેની સહાયની રકમ રૂપિયા 30.1320, જ્યારે વર્ષ 2020-21 અને 22 માં મંજુર થયેલ આવાસમાં 564 અને આ પૂરેપૂરા મકાનો પૂર્ણ થયેલ હોવાનું જાણવા મળે છે.અને જેની સહાયની રકમ રૂપિયા 67.680 થયેલ હોવાનું જાણવા મળે છે.આમ કુલ 8135 આવાસ મંજુર માંથી 8,104 મકાન પૂર્ણ કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.અને સહાયની રકમ રૂપિયા 9.72,72,480000/થવા જાય છે. જ્યારે હાલ ફતેપુરા તાલુકામાં વર્ષ 2022-2023/આવાસ પ્લસમાં મંજૂરી હુકમમાં 1,236 આવાસ યોજનાની મંજૂરી આપવામાં આવી છે. જેનો કુલ ખર્ચ રૂપિયા15.16,80000/-કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.તેમજ આજરોજ યોજાયેલ સંમેલનમાં આજની સ્થિતિએ લાભાર્થી ઓને મંજૂરી પત્ર આપવામાં આવ્યા છે જેમાં ફતેપુરા તાલુકામાં નવા લક્ષ્યાંક પ્રમાણે 1,237 આવાસોનો લક્ષ્યાંક હતો તે પૈકી 1005 આવાસ મંજૂર કરવામાં આવ્યા છે.જ્યારે સંજેલી તાલુકામાં નવા લક્ષ્યાંક પ્રમાણે 125 માંથી 77 લાભાર્થીઓને મંજૂરી પત્રો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.આમ આજરોજ ફતેપુરા તાલુકા મથક ખાતે યોજાયેલ લાભાર્થી સંમેલનમાં 1082 લાભાર્થીઓને આવાસ યોજનાના મંજૂરીપત્રો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સંજેલી તાલુકામાં વર્ષ 2016-17 થી વર્ષ 2022-23 દરમિયાન કુલ 5060 લાભાર્થીઓએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધેલ હોવાનું જાણવા મળે છે. અને જેનો કુલ ખર્ચ રૂપિયા 607200000/-કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.