
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના બલૈયા ગામે પ્રાથમિક શાળામાં મામલતદારના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ
ફતેપુરા તા.10
આજરોજ ફતેપુરા તાલુકાના બલૈયા ગામે પ્રાથમિક શાળામાં ફતેપુરાના મામલતદાર આર પી ડીંડોરના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભા યોજવામાં આવી હતી.આ રાત્રિ સભામાં રજૂ કરાયેલા તમામ પ્રશ્નો નો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.આ રાત્રી સભામાં મુખ્યત્વે બલૈયા ગામમાં તળાવ ન હોવાથી વડા તળાવ ગામના તળાવમાં પાણી ભરીને ત્યાંથી બલૈયા નદીમાં પાણી ઠાલવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી તેમજ બલૈયા ગામમાં પથવે સહિતની ગટર લાઈન બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી તેમજ બલૈયા ગામમાં બોર અને હેન્ડપંપ ની પણ રજૂઆત કરવામાં આવી હતી તેમજ અન્ય વિવિધ પ્રશ્નોની પણ રજૂઆતો કરવામાં આવી હતી આ તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.તેમજ આ રાત્રી સભામાં ફતેપુરા મામલતદારના હસ્તે વય વંદના યોજનાના પાંચ જેટલા લાભાર્થીઓને યોજનાના મંજૂરીના હુકમો આપવામાં આવ્યા હતા
આ રાત્રી સભામાં ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના નાયબ તાલુકા વિકાસ અધિકારી નારણ અસારી તેમજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના પ્રતિનિધિઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ફતેપુરા મામલતદાર કચેરીના પુરવઠા વિભાગના નાયબ મામલતદાર ચૌધરી સહિત વિવિધ નાયબ મામલતદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વન વિભાગ અને ફતેપુરા આઈસીડીએસ વિભાગ સહિત અન્ય વિભાગના પ્રતિનિધિઓ ,તાલુકા સભ્ય,બલૈયા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.