
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ગુજરાત સરકાર દ્વારા ધારાસભ્યની અધ્યક્ષતામાં આયુષ મેળો તથા આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં વિના મૂલ્યે વિવિધ રોગોના 2394 દર્દીઓએ લાભ લીધો.
સુખસર,તા.10
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદિક અધિકારી દાહોદ જિલ્લા પંચાયત દાહોદ તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ લીંમડીના સહયોગથી ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને આજરોજ સુખસર શારીરિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ મેળાનું તથા આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ રોગમાં સપડાયેલા દર્દીઓએ આયુર્વેદ તથા હેમીયોપેથી સારવારનો વિના મૂલ્યે લાભ લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દાહોદ તથા મુક્તિરંજન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ લીમડીના સંયુક્ત ઉપક્રમે આજરોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુખસર ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા તથા તાલુકા પ્રમુખ શ્રીમતી રમીલાબેન પારગીની હાજરી આયુષ મેળાની શોભામાં અભિવૃદ્ધિ કરેલ હતી. જિલ્લા આયુર્વેદિક અધિકારી વૈદ ચંદનભાઈ બામણ દ્વારા મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું.મહેમાનોને પુષ્પગુચ્છ અને આયુષ્ય કિટ અર્પણ કરી આવકાવામાં આવેલ હતા.જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા દ્વારા પ્રસંગિક ઉદબોધન કરવામાં આવેલ હતું.જેમાં તેમના દ્વારા આયુષ્ય વિભાગ અંતર્ગત કરવામાં આવતી કામગીરી અને”હર દિન હર ઘર આયુર્વેદ”વિશે માહિતી આપવામાં આવેલ હતી. ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા પણ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.આયુષ્ય મેળામાં વિવિધ પ્રવૃત્તિ જેમાં આયુર્વેદ પોષણયુક્ત આહાર, વિવિધ આયુર્વેદ-હોમિયોપેથી પ્રદર્શનની, યોગ પ્રત્યક્ષ નિદર્શન,આયુષ નિદાન અને સારવાર કેમ્પ જેવા દંતોત્પાદન ,અગ્નિકર્મ,પંચકર્મ નાડી શ્વેદ વિગેરે સારવાર પદ્ધતિઓએ લોકોમાં અનેરુ આકર્ષણ જણાવ્યું હતું.આયુષ મેળાનો બહોળા પ્રમાણમાં જાહેર જનતા દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. આજના આ યુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં સુખસર સીએચસીના અધિક્ષક બી.વી.પટેલ તથા આયુષ મેડિકલ ઓફિસર અલ્કેશભાઈ બારીયાના ઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
ઉપરોક્ત કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓ ફતેપુરા તાલુકા આંગણવાડી સંચાલિકાઓ સહિત દાહોદ જિલ્લા યોગ કોચ તથા ફતેપુરા તાલુકા યુકોચ સહિત તેમની ટીમો ઉપસ્થિત રહી હતી અને આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી લાભ લીધો હતો.આજરોજ સુખસર ખાતે યોજાયેલ આયુષ મેળામાં આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં આયુર્વેદ પંચકર્મ પ્રદર્શન લાભાર્થીઓ આ મુજબ છે. આયુર્વેદ પંચકર્મ હેમીઓ ચાર્ટ પ્રદર્શન લાભાર્થી 1300, યોગ પ્રત્યક્ષ નિદર્શન 370 આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ દર્દી 357 હેમિયોપેથી ઓપીડી 182 અગ્નિકર્મ દર્દી 30 પ્રકૃતિ પરીક્ષણ લાભાર્થી 45 જરા ચિકિત્સા લાભાર્થી 35 પંચકર્મ નાડી શ્વેદ 70 આમ આજના આયુષ મેળામાં કુલ 2,394 દર્દી લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો.