બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરથી બાસવાડા લગ્ન પ્રસંગમાં જતા કલાલ સમાજના ત્રણ વ્યક્તિઓના અકસ્માતમાં મોત.
રાજસ્થાનના ભીલકુવા પાસે આવેલ હેજામાલમાં ડમ્પર સાથે અર્ટીકા ગાડીને અકસ્માત નડતા સ્થળ ઉપર ત્રણના કમકમાટી ભર્યા મોત નિપજ્યા.
અકસ્માતમાં મૃતક જયેશભાઈના પુત્ર તથા પુત્રીના દસ દિવસ બાદ લગ્ન પ્રસંગ હોય કંકોત્રી આપવા જતા હતા.
સુખસર,તા.9
ફતેપુરા તાલુકાના સુખસર થી આજરોજ બાસવાડા ખાતે લગ્ન પ્રસંગમાં જતા કલાલ સમાજના ત્રણ વ્યક્તિઓને રાજસ્થાનના ભિલકુવા પાસે આવેલ હેજામાળ ખાતે અર્ટીકા ગાડીને ડમ્પર સાથે અકસ્માત સર્જાતા ગાડીમાં સવાર કલાલ સમાજના ત્રણ વ્યક્તિઓના સ્થળ ઉપરજ કમ કમાટી ભર્યા મોતનીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. અકસ્માતની જાણ સુખસર ગામમાં વાયુવેગે ફેલાતા હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન પાસે રહેતા અને હોટલનો વ્યવસાય કરતા જયેશભાઈ મોહનભાઈ કલાલ ઉંમર વર્ષ 52 રહે સુખસર બસ સ્ટેશન પાસે તથા તેમના ભાઈ હસમુખભાઈ મોહનભાઈ કલાલ ઉંમર વર્ષ 59 તેમજ ભત્રીજા નામે રોહિત કુમાર ભરતભાઈ કલાલ ઉંમર વર્ષ 32 રહે.પાટડીયા નાઓ આજરોજ બપોરના બાસવાડા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોય અર્ટીકા ગાડીમાં નીકળ્યા હતા.તેવા સમયે રાજસ્થાનના ભિલકુવા પાસે આવેલ હેજામાળ હાઇવે માર્ગ ઉપર થી પસાર થઈ રહ્યા હતા.તેવા સમયે ડમ્પર સાથે અકસ્માત સર્જાતા અર્ટીકા સવાર જયેશભાઈ,હસમુખભાઈ તથા રોહિતભાઇના ઓના ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યા મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. અકસ્માત ની જાણ સુખસરમાં થતા ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે. અકસ્માતમાં મોતને ભેટેલા જયેશભાઈ તથા હસમુખભાઈ સગા ભાઈઓ છે.જ્યારે રોહિતભાઈ તેમનો ભત્રીજો હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ ત્રણ સભ્યોના અકાળે અકસ્માતમાં મોત નીપજતા પરિવારમાં રોક્કળ મચી જવા પામી હોવાનું પણ જાણવા મળે છે.
અત્રે નોંધનીય બાબત છે કે, જયેશભાઈ કલાલના પુત્ર તથા પુત્રીના 22 ફેબ્રુઆરી-2023 ના રોજ લગ્ન પ્રસંગ હતો.અને જયેશભાઈ પોતાના સંબંધમાં લગ્ન પ્રસંગ હોય તેમાં હાજરી આપવા સહિત પોતાના સંતાનોની લગ્ન પ્રસંગની કંકોત્રી આપવા જઈ રહ્યા હતા.ત્યારે આવનાર સમયમાં સંતાનોના લગ્ન પ્રસંગની ખુશી માતમમાં ફેરવાઈ જતા પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગઈ હોવાનું જાણવા મળે છે.
આ લખાય છે ત્યારે આ અકસ્માત સંદર્ભે રાજસ્થાનના સજ્જનગઢ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળે છે.તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતકોની લાશો સુખસર ખાતે લાવવામાં આવશે તેમ જાણવા મળે છે.