બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી.
ભિતોડી પ્રાથમિક શાળાના બાળકો સહિત ગ્રામજનોને કેન્સર થવાના કારણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે માહિતગાર કરાયા.
સુખસર,તા.5
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કેન્સર દિવસની ઉજવણી ક્યારથી કરવામાં આવે છે,અને કેમ કરવામાં આવે છે? તેની જાણકારી બાળકોને આપવામાં આવી હતી. આવનાર સમયમાં કેન્સર વિશે જાગૃતિ અને સાવચેતી ન રાખવામાં આવે તો ખૂબ જ ખતરનાક બીમારી સાબિત થઈ શકે છે જેની જાણકારી બાળકોને આપવામાં આવી હતી.અને કેન્સરથી બચવા શું કરી શકાય,આપણે શું શું કાળજી રાખવી જોઈએ? તેની ચર્ચા કરવામાં આવી હતી.કેન્સર થવાના કારણોની માહિતી પણ આપવામાં આવી હતી.તથા ચાર્ટ,ચિત્રો અને સૂત્રો દ્વારા બાળકોને સમજણ આપવામાં આવી હતી. અને બાળકો દ્વારા રેલી યોજવામાં આવી હતી.અને ચાર્ટ ચિત્રો દ્વારા ગામ લોકોને પણ કેન્સર થી દૂર રહેવા જણાવવામાં આવ્યું હતું.અને કેન્સર બાબતે જાગૃતિ લાવવા સૂત્રો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સાથે તમામ બાળકો દ્વારા આગામી સમયમાં તમાકુથી દૂર રહેવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.