બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ફતેપુરા સહિત માધવામાં વાગ્ધારા સંસ્થા દ્વારા હાટ બજારોમાં રોનક લાવવા લોકજાગૃતિ રથનું આયોજન કરાયું.
ફતેપુરા સાત બજારમાં આવેલા મહિલા પુરુષો બાળકો એ વાઘ ધારા સંસ્થા દ્વારા ભજવવામાં આવેલ નુક્કડ નાટકનો લાભ લીધો.
બેરોજગારીના કારણે યુવા પેઢી બહાર ગામ મજૂરી જાય છે, તેઓને હાટ બજારનું વાતાવરણ મળી રહેતો પલાયન ઓછું થાય:ઉપ સરપંચ માધવા.
સુખસર,તા.28
ફતેપુરા તાલુકાના ફતેપુરા સહિત માધવા ગામે આજરોજ વાગ્ધારા સંસ્થા બાસવાડા દ્વારા જનજાતિય ક્ષેત્રમાં પુન:ગામોના બજારોમાં ફરીથી હાટ બજારોમાં રોનક લાવવા માટે લોકોમાં જનજાગૃતિ લાવવા માટે જનજાગૃતિ રથનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વાગ્ધારા સંસ્થાના ક્ષેત્રિય સહજ કર્તા ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે,ગ્રામ પંચાયત માધવા તથા ફતેપુરા ગામમાં હાટ બજારોમાં ઉપસ્થિત હાટ બજારોમા જન સમુદાય વચ્ચે સ્થાનિ લોકગીત અને નુક્કડ નાટકના માધ્યમથી જાગૃતતા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સંસ્થાનો ઉદ્દેશ છે કે, આપણા ગ્રામ્ય વિસ્તારોની સંસ્કૃતિ અનુસાર લોકોને આવશ્યક સામગ્રી માટે બજાર અથવા બહાર જવું નહીં પડે.કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં આપણા દાદા-પરદાદા,યુવા,ભાઈ-બહેનોની પાસે એટલી બધી કાર્ય કુશળતા છે અને કામ કરવાની ક્ષમતા ધરાવે છે.તે બધા જ કામો પોતાની આવશ્યકતા મુજબ ઘરે બનાવીને બજારમાં વેચી અથવા ખરીદી કરી શકે છે.ધીરે-ધીરે આપણા લોકો બહારની ચીજો ઉપર નિર્ભર થઈ ગયા છે.જેથી ગ્રામીણ જનતાએ પણ આપણા કામ ધંધા છોડી દીધા છે.અને બજાર તરફ વળી ગયા છે.જેને પાછા લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.અને જણાવ્યું હતું કે,આપણે પૈસા ખર્ચી અથવા બમણા પૈસા આપીને વસ્તુ બજારમાંથી ખરીદ કરીએ છીએ.જેથી બિન જરૂરિયાતની સામગ્રી નિરર્થક બની જાય છે.અને હવે જો આપણે આપણા હસ્ત શિલ્પના માધ્યમથી આપણા ગામોમાં વસ્તુનું નિર્માણ થાય તો તે ટકાઉ અને મજબૂત હોવાથી તેનો ઉપયોગ થઈ શકે છે.આજે વાગ્ધારા સંસ્થાના માધ્યમથી પહેલ કરવામાં આવી છે.
ફતેપુરા તાલુકાના માધવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ દલુભાઈ પારગી એ જણાવ્યું હતું કે, આપણા વિસ્તારમાં બેરોજગારીના કારણે યુવા પેઢી બહાર મજૂરી કામે જાય છે.જેઓને પણ આ રીતે હાટ બજારનું વાતાવરણ મળી રહેશે તો એ પણ પલાયન ઓછું થશે.હાટમાં આવેલા મહિલા,પુરુષો,બાળકો,બાલિકાઓ, યુવક-યુવતીઓ એ નુક્કડ નાટકનો આનંદ લીધો હતો.અને જન જાગૃતિ રથમાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે,આવા કાર્યક્રમો ગામોની શોભા વધારે છે.અને આ સમયે હાટમાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે,સ્થાનિક બજારોમાં હાટ બજારોનું આયોજન કરવુ જોઈએ.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાગ્ધારા સંસ્થાના ક્ષેત્રિય કાર્યકર્તા બાબુભાઈ ચૌધરી, સરસ્વતીબેન પારગી તથા રમેશભાઈ કટારા એ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો.