
બાબુ સોલંકી, સુખસર
સાંસદ ખેલ સ્પર્ધાનો જિલ્લાની ૬ વિધાનસભા બેઠક ખાતે પ્રારંભ
ધારાસભ્ય રમેશભાઈ કટારા એ ફતેપુરા ખાતેથી સ્પર્ધાનો કરાવ્યો પ્રારંભ
સાંસદ ખેલ સ્પર્ધામાં વિવિધ ૧૨ સ્પર્ધાઓમાં ૧૫ હજારથી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
સુખસર,તા.21
સાંસદ જસવંતસિંહ ભાભોર આયોજીત સાંસદ ખેલ સ્પર્ધાનો આજે જિલ્લાની ૬ વિધાનસભા બેઠક સહિત સંતરામપુર વિધાનસભા બેઠક ખાતે પ્રારંભ કરાયો છે.ત્યારે પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે દેવગઢ બારીયા ખાતેની સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. ફતેહપુર વિધાનસભામાં ધારાસભ્ય રમેશભાઈ કટારા એ પ્રારંભ કરાવ્યો હતો.૭ વિધાનસભા બેઠકો ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ૧૫ હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે.તેમજ વિવિધ બાર રમતોમાં સ્પર્ધા યોજાશે.
ઉપસ્થિત ખેલાડીઓ-વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને સંબોધતા ધારાસભ્ય રમેશભાઈ કટારા એ જણાવ્યું કે,રમત- ગમત એ વિદ્યાર્થીઓના શારિરીક- માનસિક વિકાસ માટે મહત્વનો હોય દરેક વિદ્યાર્થીઓએ રમત ગમતમાં ભાગ લેવો જોઇએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રમત ગમત ઉપર ખાસ ભાર મૂકયો છે.તેમણે ગુજરાત રાજ્યમાંથીજ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો.રાજ્યમાં ખેલ મહાકુંભ થકી અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ પ્રાપ્ત થયા છે.જે પ્રધાનમંત્રીશ્રીના દીર્ધદ્રષ્ટિપૂર્ણ વિઝનને આભારી છે.
જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયારએ જણાવ્યુ કે રાજ્યમાં ખેલાડીઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધે એ માટે તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે.પરિણામે આપણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સુંદર દેખાવ કરી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા મહિલા ખેલાડીઓને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.ઉત્તમ પ્રદર્શન કરનારા ખેલાડીનું ઉચિત સન્માન કરાય છે.કાર્યક્રમમાં નાયબ કલેકટર ફાલ્ગુન પંચાલ,આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ પારગી, ફતેપુરા તાલુકા અને સંજેલી તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ચતુરભાઈ પાંડોર, નાથુભાઈ ડિંડોર સહિત રમતવીરો ઉપસ્થીત રહ્યા હતા.