બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર કૃષિ શાળા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો.
ફતેપુરા તથા ઝાલોદ તાલુકાના 153 યોગ ટ્રેનર ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી ઉતરાયણ પર્વ નિમિત્તે 51 સૂર્ય નમસ્કાર કરી સારો માહોલ બનાવ્યો હતો.
સુખસર,તા.14
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા પુરા ગુજરાત રાજ્યમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ સુખસર કૃષિ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો.સદર કાર્યક્રમમાં ફતેપુરા અને ઝાલોદમાંથી કુલ 153 યોગ ટ્રેનર ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહીને ઉતરાણના પવિત્ર દિવસે 51 નમસ્કાર કરીને ખૂબ સારો માહોલ બનાવ્યો હતો.સાથે યોગમય વાતાવરણ બનાવ્યું હતું.સદર કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા યોગકોચ ધુળાભાઈ પારગી,રાષ્ટ્રીય શૈક્ષણિક મહા સંઘ ફતેપુરા તાલુકાના અધ્યક્ષ વીરેન્દ્ર તાવિયાડ,ઝાલોદના પ્રભારી અને પુરા ફતેપુરા તાલુકાને યોગમય બનાવવામાં જેમનો સિંહ ફાળો હોય અને સતત યોગની સાથે રહેતા અને 15 ઓગસ્ટ ના દિવસે 521 સૂર્ય નમસ્કાર કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવનાર કટારા ઉપસ્થિત રહ્યા હતા. અને સાથે તેઓએ સૂર્ય નમસ્કાર કરવાની પદ્ધતિ,સૂર્યનમસ્કાર નું મહત્વ શુ છે?અને સૂર્ય નમસ્કાર કરવાથી થતા ફાયદાની ખૂબ સારી એવી માહિતી આપી હતી.સાથે ઉપસ્થિત સૌએ સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગોને યાદ કરી અને તેમના જીવનમાંથી પ્રત્યેક યોગ ટેનર મિત્રોને પોતાનામાં એક ગુણ ઉતારી અને પરિવાર અને સમાજ,રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવા માહિતગાર કરવામાં આવ્યા હતા.