બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા સંત સંમેલન યોજાયુ:સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી
લગ્ન કે અન્ય પ્રસંગોમાં રિવાજો ના નામે ઘર કરી ગયેલા કુરિવાજોને દૂર કરી થતા ખોટા ખર્ચાઓ ઉપર અંકુશ લાવવા આદિવાસી સમાજને આહવાન કરાયું.
સુખસર,તા.2
ફતેપુરા તાલુકા ના ડુંગર ગામે ડુંગરીયા ફળીયામાં આવેલા ભારત માતા મંદિરે આદિવાસી સમાજના સંતો ,મહંતો તેમજ વડીલો દ્વારા આદિવાસી સમાજ સુધારા માટે અને કુ રિવાજો દૂર કરવા માટે સંત સંમેલન યોજવા માં આવ્યુ હતું.આદિવાસી સમાજમાં ચાલતા કેટલાક કુરિવાજો તેમજ લગ્ન પ્રસંગે તેમજ સમાજમાં થતા અન્ય સામાજિક પ્રસંગોમાં કરવા માં આવતા ખોટા ખર્ચા બંધ કરવા માટે તેમજ સામુહિક લગ્ન પ્રસંગ યોજી ઓછામાં ઓછો ખર્ચા કરવા માટે તેમજ સમાજ સુધારાના કાર્યોનું સિંચન કરી કુરિવાજો નાબૂદ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવા માટે વિચારણા કરવા માં આવી હતી.
ફતેપુરા તાલુકાના આદિવાસી સમાજના સંતો મહંતો અને વડીલોની હાજરીમાં સંત સંમેલન યોજવામાં આવ્યુ હતું.આ પ્રસંગે ગુજરાત સહીત રાજસ્થાન રાજ્યના આદિવાસી સમાજના કેટલાક સંતો હાજર રહી પોતાની પ્રતિક્રિયા રજુ કરી હતી.આ સંમેલનનો મુખ્ય હેતુ સમાજ માં સમાજમાં ચાલી રહેલું દુષણો દૂર કરી સમાજને સાચા માર્ગે લાવવા અને રિવાજોના નામે થતા ખોટા ખર્ચા ઓ બંધ કરવા માટે વિચારણા કરવા માં આવી હતી.
યોજાયેલ સંત સંમેલનમાં સમાજના હિત માટે કેટલાક નિયમો પણ બનાવવા માં આવ્યા હતા.જેમાં મુખ્યત્વે સમાજમાં લગ્ન પ્રસંગમાં સૌથી વધુ ખર્ચા કરવા માં આવતા હોય છે. ત્યારે જેને લઇ સંત તેમજ સમાજના વડીલો દ્વારા અમુક નિયમ બનાવવામાં આવ્યા હતા.જેમાં ડી.જે નો ખર્ચો,જમણવાર નો ખર્ચ,સોના ચાંદી ના ઘરેણાંમાં ઓછા ખર્ચ માં પતાવવું, ઘોડાનો ખર્ચ,કપડાં ખરીદી કરવા તેમજ અન્ય કામોમાં વધુ માણસોને લઈ જવા નહિ.જેથી ઓછો ખર્ચ થાય,ગાડીઓ માં ખોટા ખર્ચ નહિ કરવા જેવા મોટા ખર્ચા ઓ નહિ કરવા અને ખર્ચાઓ ઉપર નિયંત્રણ કરવા માટેની ચર્ચાઓ કરવા માં આવી હતી.