
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરામાં બી.એસ.એન.એલ નેટવર્કના ધાંધિયાથી આમ જનતાને પડતી મુશ્કેલી
ફતેપુરા મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ દિવસથી નેટ બંધ રહેતા અરજદારોને પડતી ભારે હાલાકીનો સામનો
ફતેપુરા તા.18
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ દિવસથી બી એસ એન એલ નેટવર્ક બંધ રહેતા કચેરીના કામકાજ આવતા અરજદારો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે હાલમાં મામલતદાર કચેરી ખાતે વિવિધ કામકાજ અર્થે જેવા કે 7 12 ની નકલ 8 અ નો ઉતારો તેમજ હક પત્ર મેળવવા માટે તેમજ જાતિ અંગે ના દાખલા આવક ના દાખલા તથા સોગંદનામું કરવા માટે અરજદારો સવારથી જ કચેરી ખાતે આવી જતા હોય છે નેટ બંધ રહેવાથી સવારથી સાંજ સુધી નેટ ની રાહ જોતા હોય છે નેટ ચાલુ ના થવાથી વિલા મોઢે પરત ફરવાનો વારો આવે છે દૂર-દૂર ગામડાઓમાંથી આવતા અરજદારો કાળઝાળ ગરમીમાં સવારથી સાંજ સુધી ભૂખ્યા અને તરસ્યા બેસી રહે છે નેટ બંધ રહેવાથી કામકાજ ના થવાથી આક્રોશ વ્યક્ત કરતા જોવા મળતા હોય છે છેલ્લા ત્રણ દિવસથી બી એસ એન એલ નેટ બંધ રહેવાથી મામલતદાર શ્રી દ્વારા કલેકટરશ્રી ને પણ રજૂઆત કરેલ છે.