
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકા સરકારી અનાજ ગોડાઉન ખાતે ડાંગરની ધુમ ખરીદી: પોષણ પોષણક્ષમ ભાવો મળતા મળતા ખેડૂતોમાં ખુશી.
ફતેપુરા તથા સુખસર માર્કેટ યાર્ડમાં 20 કિલો ડાંગરના ₹280 થી ₹320 સુધીનો ભાવ જ્યારે બાવાની હાથોડ સરકારી અનાજ માર્કેટમાં ₹408 ના ભાવે ડાંગર ખરીદવામાં આવે છે.
ફતેપુરા ના બાવાની હથોડ ખાતે સરકારી અનાજ માર્કેટમાં કુલ 2494.10 ક્વિન્ટલ ડાંગર ખરીદી કરવામાં આવી છે.
સુખસર,તા.16
ફતેપુરા તાલુકામાં ડાંગરની ખેતી પુષ્કળ પ્રમાણમાં થવા પામેલ છે.અને હાલ ખેડૂતોને દ્વારા ડાંગર વેચાણ કરવાની સિઝન ચાલી રહી છે.ત્યારે ફતેપુરા તથા સુખસર માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા નિયત ભાવ કરતા ઓછા ભાવે ડાંગરની ખરીદી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે જ્યારે ફતેપુરા તાલુકાના બાવાની હથોડ ખાતે આવેલ સરકારી અનાજ ગોડાઉન કેન્દ્ર ખાતે ટેકાના ભાવે ડાંગર ખરીદ કરવામાં આવી રહી છે.સરકારી અનાજ ગોડાઉન ઉપર ડાંગરની ધૂમ ખરીદી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
ગરીબ ખેડૂતોની અબુધતાનો ગેરલાભ ઉઠાવી ફતેપુરા તથા સુખસર માર્કેટયાર્ડોમાં અનાજના વેપારીઓ દ્વારા ખેડૂતોને નિયમો મુજબ ભાવ નહીં આપી હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે.તેમાં હાલ આ માર્કેટયાર્ડોમાં 20 કિલો ડાંગરના ₹ 280 થી ₹ 320 સુધીના ભાવે વેપારીઓ ડાંગર ખરીદ કરી રહ્યા છે.જ્યારે ફતેપુરા તાલુકા તાલુકાના સરકારી અનાજ ગોડાઉન બાવાની હાથોડ ખાતે આવેલ છે જ્યાં ડાંગરની ખરીદી ₹408 પ્રતિ મણના ભાવે ખરીદ કરવામાં આવી રહી છે.હાલ સુધી બાવાની હાથોડ ખાતે કુલ ખરીદ કરેલ એમએસપી ડાંગર કટ્ટા 7,126 (2494.10 ક્વિન્ટલ) જેની અંદાજે કુલ કિંમત ₹50,87,964 રૂપિયા થવા જાય છે.તેમજ હાલ આ સરકારી ગોડાઉન ખાતે ડાંગરની ધૂમ ખરીદી કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળે છે.આમ માર્કેટયાર્ડોમાં ખેડૂતોને ડાંગરમાં ₹100 જેટલા વેપારીઓ દ્વારા ઓછા આપી ખેડૂતો સાથે છેતરપિંડી કરાઈ રહી છે.ત્યારે લાગતા-વળગતા તંત્ર દ્વારા ધ્યાન આપવાની જરૂરત જણાઈ રહી છે.જોકે માર્કેટ યાર્ડમાં વેપારીઓ પાસે જ્યારે ડાંગર વેચાણ કરવા જઈએ છીએ ત્યારે અમોને રૂપિયા 280 થી 320 રૂપિયા સુધીના ભાવો મળે છે. જ્યારે બાવાની હાથોડ ખાતે સરકારી અનાજ ગોડાઉનમાં અમારા પાસે ડાંગર રૂપિયા 408 ના ભાવે ખરીદ કરવામાં આવી રહી છે.અમોને પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2040 ચૂકવવામાં આવે છે. અમો પાસેથી સરકારી અનાજ ગોડાઉનમાં ટેકાના ભાવે ડાંગર ખરીદી કરતા અમોને સારો એવો ફાયદો થાય છે.જ્યારે માર્કેટ યાર્ડના વેપારીઓ પાસે અમો ડાંગર વેચાણ કરવા જઈએ છીએ ત્યારે ડાંગરમાં અમુક ભૂલ કાઢી અમોને છેતરપિંડી કરવામાં આવે છે. જ્યારે સરકારી અનાજ ગોડાઉનમાં વેચાણ કરેલ ડાંગરના અમોને આઠ દિવસમાં નાણાં મળી જાય છે.અને અમોને સંતોષ છે.