શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા વિધાનસભાના સભ્યો માટેના પ્રથમ રોજ એક પણ ઉમેદવારી પત્ર ભરાયા નથી..
કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્રનો ઉપાડ થયેલ હતો
ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે એક જ પક્ષના ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્રનો ઉપાડ થયેલ હતો
દાહોદ તા.10
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આચાર સહિત લાગુ થતા અને આજરોજ 129 ફતેપુરા વિધાનસભાનું જાહેરનામુ પ્રસિધ્ધ થતા વિધાનસભાના ઉમેદવારો માટે ઉમેદવારી પત્ર સ્વીકારવાનું આજ રોજ ફતેપુરા મામલતદાર કચેરીમાં 129 ફતેપુરા વિધાનસભાના ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર મધ્યાન ભોજન ફાલ્ગુન ભાઈ પંચાલ અને મદદનીશ ચૂંટણીઅધિકારી અને મામલતદાર આર પી ડીંડોર કચેરી માંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દીતાભાઈ મછાર ઉમેદવારી પત્રો મેળવવામાં આવ્યા હતા જ્યારે ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી પત્રો ભરાયા નથી…