
શબ્બીર સુનેલવાલા, ફતેપુરા
ફતેપુરામાં જરૂરિયાત મંદ બાળકોમાં મીઠાઈ તેમજ અન્ય ચીજ વસ્તુઓ આપી દિવાળીની ઉજવણી
ફતેપુરા તા.26
ફતેપુરા તાલુકામાં અનાથ બાળકો ને ફટાકડા મીઠાઈ સેવ ચવાણુ પેન પાટી પેન્સિલ આપીને દિવાળીની ઉજવણી કરવામાં આવી
તહેવારની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી.જેમાં તહેવારો માણસને એક ધાર્યા કામમાંથી આરામ આપે છે અને આનંદ અપાવે છે તેમાં દિવાળીએ હિન્દુ ધર્મમાં તહેવારોનો રાજા ગણવામાં આવે છે અમીર મધ્યમ ગરીબ તમામ પરિવારોમાં ખુશી હોય છે પરંતુ કેટલાક એવા બાળકો હોય છે કે જેઓને પરિવાર હોતો નથી ઉપર આકાશ અને નીચે ધરતી જેને ભગવાન સિવાય કોઈ હોતું નથી જે બાળકોએ માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે એવા અનાથ બાળકોનું કોણ તેઓને કેવી મુશ્કેલી હશે એ વિચાર સાથે સુખસર આજુબાજુના ગામોમાં આવા બાળકો ભોજેલા પાટી હિંદોલીયા આફવા મોટાનટવા પટીસરા નાની ઢઢેલી મોટીઢઢેલી ભીતોડીમાં ધ્યાન માં આવતા નક્કી કરવામાં આવ્યું કે આવા બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવી જોઈએ જેથી જીગ્નેશ ભાઈના સહકારથી મીઠાઈ સેવ ચવાણું ચોકલેટ બિસ્કીટ ફટાકડા જેવી વસ્તુઓની કીટ બનાવી અનાથ બાળકોના ઘરે જઈ તેમની સાથે બેસી વાતચીત કરવી તેઓ પર દુઃખનો ડુંગર આવી પડેલ હોય તેમાં સહભાગી બની ને દિવાળી નો આખો દિવસ આવા પરિવાર સાથે રહીને પસાર કરવામાં આવ્યો સાથે અભ્યાસ કરતા બાળકોને નોટબુક પેન પેન્સિલ નુ વિતરણ કરીને વેકેશનમાં દરરોજ એક કલાક શિક્ષણ કાર્ય કરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું..