Thursday, 18/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના આસપુરમાં મોટરસાયકલ ચાલકને અકસ્માત નડતા સારવાર મળે તે પહેલાજ મોત.

October 19, 2022
        2023
ફતેપુરા તાલુકાના આસપુરમાં મોટરસાયકલ ચાલકને અકસ્માત નડતા સારવાર મળે તે પહેલાજ મોત.

બાબુ સોલંકી, સુખસર

 

ફતેપુરા તાલુકાના આસપુરમાં મોટરસાયકલ ચાલકને અકસ્માત નડતા સારવાર મળે તે પહેલાજ મોત.

 

મોટરસાયકલ ચાલકે પોતાના કબજાની ગાડી ઉપરથી કાબુ ગુમાવતા લોખંડના પશુ સ્ટેન્ડ સાથે ટક્કર લાગતા ગંભીર ઉજાઓના કારણે મોત નીપજ્યું.

 

સુખસર,તા.19

 

 

         ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ આસપુર ગામે આજરોજ મોટરસાયકલ ચાલકે તેના કબજાની ગાડી ઉપરથી કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં આવેલ લોખંડના પશુ સ્ટેન્ડ સાથે જોશભેર અથડાતા મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.પરંતુ ગંભીર ઇજાઓના કારણે સારવાર મળે તે પહેલાજ ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરેલ હોવાનું જાણવા મળે છે.

      પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના આસપુર ગામે રહેતા રાજેશભાઈ મનાભાઈ કટારા ઉંમર વર્ષ આશરે 35 નાઓ ખેતીવાડી તથા છૂટક મજૂરી ધંધો કરી પોતાના ઘરનું ચલાવતા હતા તેમજ તેઓને સંતાન મા એક પુત્ર તથા એક પુત્રી છે.જેઓ આજરોજ બપોરના એકાદ વાગ્યાના અરસામા સુખસરથી આસપુર તરફ જતા માર્ગ ઉપર પોતાના કબજાની મોટર સાયકલ ઉપર જઈ રહ્યા હતા.તેવા સમયે આસપુરના વડલા ફળિયા ધૂણી પાસે જતા મોટરસાયકલ ઉપરથી કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં આવેલ લોખંડના પશુ સ્ટેન્ડ સાથે ધડાકાભેર અથડાતા રાજેશભાઈ કટારાને છાતી તથા પેટ ના ભાગે આંતરિક ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી.

      અકસ્માત સ્થળે ગામ લોકો ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક સુખસર 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા એમ્બ્યુલન્સના પાયલોટ રાજપાલ સિંહ ચૌહાણ તથા ઇએમટી લીલાબેન વાગડીયાનાઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ગંભીર ઇજાગ્રસ્ત રાજેશભાઈ કટારા ને સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા.જ્યાં ગંભીર ઇજાઓના કારણે મોત નીપજવા પામેલ હોવાનું ફરજ ઉપરના તબીબે જાહેર કરતા પરિવારજનોમાં રોકકળ મચી જવા પામી હતી.લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલીઓને સોંપી સુખસર પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!