
બાબુ સોલંકી, સુખસર
તમારા એક એક વોટ થી આદિવાસી ના દિકરા, દિકરી ધારાસભ્ય,મંત્રી,રાજયપાલ,દેશના રાષ્ટ્રપતિ બન્યા છે:ભારતીબેન પવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી.
ફતેપુરા,ઝાલોદ સહિત તમામ વિધાનસભાની સીટો પંચાસ હજાર કરતા પણ વધુ મતોથી જીતાડી આશીઁવાદ આપવા જાહેર જનતાને સાસંદ જસંવતસિહ ભાભોર ની અપિલ.
સુખસર,તા.19
ભગવાન બિરસા મુડા આદિવાસી ગોરવ યાત્રાનુ બીજા દિવસે ઝાલોદ લીમડી સુખસર ફતેપુરા સંજેલી સીગવડના ગામો વિધાનસભા મત વિસ્તાર મા ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ યાત્રા નુ ઠેર ઠેર સ્વાગત કરાયુ હતુ લીમડી સુખસર સંજેલી ના ગામો મા આદિવાસી ગોરવ યાત્રા ના સંદભઁ જાહેર સભાઓ યોજવામા આવી હતી જાહેર સભા મા હજારોની સંખ્યા મા લોકો ઉમટી પડયા હતા સભામા રાજ્યસભાના સાસંદ રમીલાબેનબારા,હષઁદભાઇ વસાવા,દંડક રમેશભાઇ કટારા,પ્રમુખ શંકરભાઇ જિલ્લા પ્રમુખ શિતલબેન વાધેલા સહિત જીલ્લાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જાહેરસભામા મહારાષ્ટ્રના વતની આદિવાસી પરિવાર માથી આવતા ભારત સરકારના આરોગ્ય મંત્રી શ્રીમતી ભારતીબેન પવારે જનસભાને સંબોધીને જણાવ્યુ હતુ કે,દેશમા સૌથી પ્રથમ વખત આદિવાસી સમાજે ગોરવ અનુભવવાનો સમય આવ્યો છે. દેશના વડાપ્રધાન મોદી સાહેબે આદિવાસી સમાજના આઠ સાસંદોને કેન્દ્રમા મંત્રી બનાવ્યા છે.બે રાજ્યોમા આદિવાસી દિકરાને મહામહિમ રાજ્યપાલ બનાવ્યા છે.દેશમા આદિવાસી દિકરીને રાષ્ટ્રપતિ બનાવ્યા છે.તે મોદી સરકારમા જ શકય છે. દેશના વડા પ્રધાન આદિવાસી સમાજ અને તેમના સંપૂણઁ વિકાસની ચિતા કરનારા છે.ક્રોગેસેતો દેશના રાષ્ટ્રપતિ દ્રોપ્દ્રી મુમઁજીનો વિરોધ કર્યો છે તેવા લોકો ને ઓળખવાની જરુર છે.મોદી સાહેબના હાથ મજબુત કરવા લોકોને આહવાન કરયુ હતુ.સાસંદ જસવતસિહ ભાભોરે સભાને સંબોધતા જણાવ્યુ હતુ કે,માત્ર ને માત્ર આદિવાસીઓનો વિકાસ અને ચિંતા કરતા હોય તો તે માત્ર દેશના વડાપ્રધાન મોદી સાહેબ છે.આદિવાસી સમાજનો સંપૂણઁ વિકાસ દેશના વડાપ્રધાન કરી રહ્યા છે.ક્રોગ્રેસની વાતો મા નહી ભરમાવવા લોકોને કહી ફરી એક વાર દેરક વિધાનસભામા પંચાસ હજાર મતોથી ઉમેદવારને જીતાડવા લોકોને આહવાન કરયુ હતુ.જયારે લીમડીની સભામા ફરી એક ઝવાર મોદી મોદી ફરી એક વાર મોદી સરકાર ના નારાઓ લોકો એ પોકાર્યા હતા.