
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં ચૂંટણીના અનુલક્ષીને મિટીંગ યોજાઈ
ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર શ્રી મધ્યાન ભોજન ની અધ્યક્ષતામાં મિટીંગ યોજવામાં આવી:129 વિધાનસભા ને વિવિધ ટીમોની તાલીમ મીટીંગ યોજાઇ
ફતેપુરા તા.15
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં આવનાર દિવસોમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની 129 ફતેપુરા વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને 129 ફતેપુરા વિધાનસભા ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર મધ્યાન ભોજન ને અધ્યક્ષતામાં મીટીંગ યોજવામાં આવેલ હતી જેમાં મદદનીશ અધિકારી અને મામલતદાર ફતેપુરાશ્રી ડીંડોર મદદનીશ અધિકારી અને મામલતદાર શ્રી સંજેલી તેમજ વિવિધ ટીમોના કર્મચારીઓ અધિકારીઓ હાજર રહ્યા હતા 129 વિધાનસભા ની વિધિમાં જેમ કે ફલાઈંગ સ્કોવોડ એક્સ પેન્ડિચર ટીમ વિડિયો સર્વે લેસ ટીમ ને તાલીમ આપવામાં આવેલ હતી જેમાં તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.