
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના કંકાસિયામાં બે એકટીવા વચ્ચે અકસ્માતમાં ત્રણ ઇજાગ્રસ્ત એકની સ્થિતિ ગંભીર.
એક એકટીવા ફતેપુરા થી દાહોદ જ્યારે બીજી એકટીવા બલૈયા થી ફતેપુરા તરફ જતી હતી.
ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સંતરામપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા.
સુખસર,તા.07
ફતેપુરા તાલુકામા રોજબરોજ વાહન અકસ્માતો વધતા જાય છે. જેમાં વધુ એક બનાવ આજરોજ બલૈયા પાસે આવેલા કંકાસીયા ગામે બે એકટીવા વચ્ચે અકસ્માત થતા ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સંતરામપુર દવાખાનામાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટીનંદુકણના વતની આતિશભાઈ રાજેશભાઈ ડામોર ઉંમર વર્ષ 22 નાઓ આજરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મોટીનાદુકણ થી પોતાના કબજાની એકટીવા નંબર જીજે-20 એબી.7757 ઉપર ફતેપુરા જઇ રહ્યા હતા.તેવા સમયે કંકાસીયા ગામે સામેથી આવતી એક નંબર વગરની સફેદ કલરની એકટીવા ઉપર ફતેપુરા થી દાહોદ તરફ જઈ રહેલા ઈસ્માઈલભાઈ ઇલિયાસભાઈ પઠાણ ઉં.વ.28 તથા અરવિંદભાઈ દિલીપભાઈ રાઠોડ ઉ.વ. 32 બંને રહે. દાહોદનાઓની આતિશભાઈ ડામોર ના કબજાની એકટીવા ગાડી સાથે અકસ્માત સર્જાયો હતો.જેમાં આતિશભાઈ ડામોરને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર 108 એમ્બ્યુલન્સના ઇએમટી લીલાબેન વાગડિયા તથા પાયલોટ માનવેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સંતરામપુર ખાનગી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.જ્યારે ઈસ્માઈલભાઈ તથા અરવિંદભાઈને ફતેપુરા 108 એમ્બ્યુલન્સના પાયલોટ મહેન્દ્રસિંહ પારગી તથા ઇએમટી મુકેશભાઈ મકવાણાના ઓએ તાત્કાલિક અકસ્માત સ્થળ પર પહોંચી સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ બંને ઈજાગ્રસ્તોને દાહોદ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.