
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
દાહોદ જીલ્લામાં આ વખતે છ વિધાનસભાની બેઠકો લાવવા યુવાઓને પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ની હાંકલ..
રાજ્યમાં યુવાઓએ 25000 બોટલો રકતદાન કરી લોકોની જીંદગી બચાવી છે :- પ્રશાંત કોરાટ પ્રદેશ યુવા મોરચા પ્રમુખ..
દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકા ના સુખસર આઇ ટી આઇ ખાતે આજરોજ પ્રદેશ યુવા મોરચા ના પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને જીલ્લા ના યુવાનોની પરિચય બેઠક યોજાઇ હતી જેમાં પ્રદેશ યુવા મોરચા ના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ,પ્રદેશ યુવા મહામંત્રી કૌશલભાઇ દવે, ઉપાધ્યક્ષ મુકેશભાઇ રાઠવા, જીલ્લા યુવા મોરચા ના પ્રમુખ મોહિતભાઇ ડામોર, જીલ્લા યુવા મોરચા ના મહામંત્રી અલયભાઇ દરજી, રાહુલભાઇ રાવત, પૂર્વ પ્રદેશ યુવા મોરચા ના મંત્રી જયદિપસિંહ રાઠોડ પૂવઁ પ્રમુખ બાબુભાઇ આમલીયાર સહિત મોટી સંખ્યામાં યુવા ઓ જોડાયા હતા કાયઁકમ ની શરુઆત ભારત માતાના જય ધોષ ના નારા સાથે કરાઇ હતી પ્રદેશ યુવા મોરચા ના પ્રમુખ અને મહાનુભાવો નું આદિવાસી સંસ્કૃત પ્રમાણે બંડી ભોયરુ તીર કામઠું મોમેન્ટો પુષ્પ ગુચ્છ સાલ ઓઢાવી સન્માન કરાયું હતું પ્રદેશ યુવા મોરચા ના પ્રમુખે યુવા નોને કોરોના ની પરિસ્થિતિ કે વિસમ પરિસ્થિતિ માં યુવાનોને અડગ રહી કામ કરે સેવા હી સંગઠન ના ભાવ સાથે ગરીબો ને અનાજની કીટ વિતરણ કરી મદદ કરે સગઁભા માતાઓ અને જરુરીયાત મંદ લોકો ને બ્લડ ડોનેટ કરી મદદ કરે તેમજ આજદીન સુધી ગુજરાત માં યુવાનોએ 25000 હજાર બ્લ્ડ ની બોટલો નુ દાન કરી લોકો ના જીવ બચાવ્યા હોવાનું કહી આવનાર સમય માં દાહોદ જીલ્લા માં પુરે પુરી છ વિધાનસભા ની બેઠક લાવવા યુવાનોને હાંકલ કરી હતી