
શબ્બીર સુનેલવાલા, ફતેપુરા / બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા:બનાસકાંઠાની પરણીતાને સાસરીયા પક્ષ દ્વારા ત્રાસ આપતા પરણિતાની પોલીસમાં રાવ
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હડમત ગામે રહેતાં અને બનાસકાંઠા જિલ્લામાં લગ્ન કરાવેલ પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓએ શારિરીક અને માનસીક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતાં પરણિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાંવ્યાંનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના હડમત ગામે ખુટી ફળિયામાં રહેતાં ૨૩ વર્ષીય નિલમબેન કાળુભાઈ નિસરતાના લગ્ન તારીખ ૨૮.૧૧.૨૦૨૧ના રોજ સમાજના રીતી રિવાજ મુજબ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ખાતે રહેતાં અનીલભાઈ રમેશભાઈ મછાર સાથે થયાં હતાં. લગ્ન બાદ થોડા સમય સુધી પતિ અનીલભાઈ તથા સાસરી પક્ષના રમેશભાઈ ભુરાભાઈ મછાર અને મંજુલા ઉર્ફે મસુડી રમેશભાઈ મછારનાઓએ સારી રીતે રાખ્યા બાદ પોત પ્રકાશ્યું હતું અને પરણિતા નિલમબેનને મેણા ટોણા મારી કહેતા હતા કે, તારી માં એ જમવાનું બનાવતાં શીખવાડ્યું નથી અને પરણિતાના વાળ કાપી, મારઝુડ કરી, શારિરીક અને માનસીક ત્રાસ આપી ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકતાં પરણિતા નિલમબેન પોતાના પિયર ફતેપુરા તાલુકાના હડમત ગામે ખુટી ફળિયામાં આવી પહોંચી હતી.
આ સંબંધે નિલમબેન કાળુભાઈ નિસરતાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે