બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા,કડાણા,સંતરામપુર તાલુકાની સંતરામપુર ખાતે આવેલ ટીચર્સ સોસાયટીમાં વહીવટદારોના એક તરફી વહીવટથી વાજ આવેલા સભાસદોનો હોબાળો.
ચેરમેન દ્વારા ટીચર્સ સોસાયટીની 64મી વાર્ષિક સાધારણ સભા સભાસદોની સંમતિ વિના ઘોડીયાર ખાતે રાખવામાં આવી.
કડાણા તાલુકાના ઘોડીયાર ખાતે રાખવામાં આવેલ સાધારણ સભાથી 70% સભાસદો નારાજ.
સોસાયટીમાં લાખો રૂપિયાના ખોટા ખર્ચ બતાવતા શિક્ષકો હિસાબ માંગતા વહીવટ કરતાઓએ નહીં આપતા સભાસદોમાં આક્રોશ.
સભાસદો દ્વારા વહીવટદારો પાસે હિસાબની માંગણી કરતા સભાસદ પદ ઉપરથી વહીવટદારો દ્વારા દૂર કરવાની અપાતી ધમકી.
સોસાયટીના વહીવટારો દ્વારા કાર્યરીતિમાં સુધાર નહીં થાય તો સભાસદો દ્વારા તાળા બંધી કરવાની ચીમકી.
સુખસર,તા.26
સંતરામપુર ખાતે ફતેપુરા,કડાણા તથા સંતરામપુર તાલુકાના શિક્ષકો માટે સંતરામપુર ખાતે ટીચર્સ સોસાયટી આવેલ છે.જેમાં 64 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરણા તાલુકાના ઘોડીયાર ખાતે કરવામાં આવ્યું હતું.જે સભાથી અનેક સભાસદો આ સભામાં હાજર નહીં રહી શકતા 70% જેટલા સભાસદો ઘોડીયાર ખાતેની સભાથી નારાજ થયા હોવાનું જાણવા મળે છે.સભામાં સભાસદોના મળેલ પુરાવાઓ જોતા સભાસદો વહીવટકર્તાઓથી નારાજ થઈ સભાસદોએ ઘોડીયાર ખાતેની સભામાં હલ્લાબોલ કરી વિરોધ દર્શાવ્યો હતો.તેમજ જાણવા મળ્યા મુજબ સભાસદોના લાખો રૂપિયાનો ખોટો ખર્ચ કરતા તેના હિસાબની માંગણી કરતા વહીવટ દારો દ્વારા હિસાબ નહીં આપવાનું જણાવતા શિક્ષકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. અને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે,ચેરમેન દ્વારા જણાવવામાં આવે છે કે એજન્ડા અધ્યક્ષેજ મંજૂર કરવાના હોય છે.સભાને સત્તા નથી નથી. અને સભાસદો તરીકે અમારા સામે કોઈ હિસાબો માંગવામાં આવશે તો અગાઉ છ સભાસદોની જેવી હાલત થઈ છે તેવી તમારી થશે તેવું જણાવી ધમકીઓ પણ આપી માઈક બંધ કરી સભા સ્થળેથી ખોટી રીતે છ સંભાસદોને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરેલ હોવાનું જાણવા મળે છે.ખરેખર અગાઉ જે સભાસદોના સભ્યપદ રદ કરવામાં આવેલ છે તે સભ્યોએ ઉચ્ચસ્તરે રજૂઆત કરતા પુરાવાઓના અભાવે ગુજરાત રાજ્ય રજીસ્ટાર ગાંધીનગર દ્વારા માન્યતા આપવામાં આવેલ નથી.જોકે આ સભાસદોએ વહીવટકર્તાંઓ દ્વારા લાખોના ભ્રષ્ટાચારની તપાસ માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ હોવાનું પણ જાણવા મળે છે.તેમજ આક્ષેપ કરવામાં આવે છે કે,આ ઠરાવ છેલ્લી ત્રણ સભાથી કરે છે.પણ કોઈ પુરાવા ન હોવાથી વહીવટદારો દ્વારા દૂર કરવામાં આવેલ સભાસદો કાયદેસર રીતે દૂર થયેલ નથી.પરંતુ સભ્ય પદ ઉપર ચાલુ રાખવામાં આવેલ છે. તેમજ જે સભાસદો સાથે અન્યાય કરવામાં આવતા વહીવટદારો સામે સવાલો ઉઠાવતા સભાસદોને દૂર કરવાની ધમકી આપવામાં આવતી હોવાનું જાણવા મળે છે.તેમજ હિસાબો નહી મળે તો આવનાર સમયમાં નારાજ સભાસદો દ્વારા સોસાયટીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહેલ હોવાનું જાણવા મળે છે.કરોડોનો વહીવટ કરનાર સંતરામપુર તાલુકા ટીચર્સ મંડળીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ યોગ્ય લાયકાત ધરાવતા નહી હોવાનું અને શિક્ષકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળતો હોવા બાબતે ફતેપુરા તાલુકા પ્રાથમિક શૈક્ષણિક મહાસંધના અધ્યક્ષ વિરેન્દ્રભાઈ તાવીયાડ દ્વારા જાણવા મળે છે.દેશના પ્રથમ નાગરિક એવા શિક્ષણ જગત સાથે સંકળાયેલા કર્મચારીઓ સાથે અન્યાય થતો હોય ત્યારે અન્ય જગ્યાએ ન્યાય મળશે તેવી આશા કેવી રીતે રાખી શકાય?