
શબ્બીર સુનેલવાલા , ફતેપુરા
ફતેપુરા તાલુકાના જલઈ ગામે ઘરના આગળ આટાફેરા મારતા થઈ માથાકૂટ:ચાર જેટલાં ઈસમોએ એક ને રસ્તામાં રોકી ફટકાર્યું
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જલઈ ગામે ઘર આગળ આંટા ફેરા મારવા બાબતે ચાર જેટલા ઈસમોએ એક વ્યક્તિને રસ્તામાં રોકી લોખંડની પાઈપ વડે, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગત તા.૧૯મી સપ્ટેમ્બરના રોજ જલઈ ગામે નીશાળ ફળિયામાં રહેતાં મુકેશભાઈ વીરાભાઈ પારગીને ગામમાં રહેતાં ધર્મેશભાઈ તેરસીંગભાઈ પારગી, સુભાષભાઈ તેરસીંગભાઈ પારગી, રાજુભાઈ કાળુભાઈ પારગી અને તેરસીંગભાઈ ગળીયાભાઈ પારગીએ મુકેશભાઈને રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી ઘર આગળ આંટા ફેરા મારવા બાબતે ઝઘડો તકરાર કર્યાેં હતો અને ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને લોખંડની પાઈપ વડે, લાકડીઓ વડે અને ગડદાપાટ્ટુનો માર મારી મુકેશભાઈને હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર માર મારી લોહીલુહાણ કરી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે વીરાભાઈ લાલાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.