
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરામાં આવેલ મામલતદાર કચેરી ફતેપુરાના નામે ચાલતી સર્વે નંબર 334 જુનો સરવે નંબર 135.2 ની જમીનમાં દબાણ થઈ રહ્યું હોય સરકારી ખર્ચે માપણી કરવામાં આવી
કલેકટરશ્રી ના હુકમથી સરકારી ખર્ચે સર્વે નંબર 334 ની માપની કરવામાં આવશે
ફતેપુરા તા.09
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરી નો બાંધકામ થયેલ છે અને મામલતદાર કચેરીના નામે ચાલતી સર્વે નંબર 334 જુના સરવે નંબર 135. 2 ની જમીન માં દબાણ થઈ રહ્યું હોય જેથી સવાલવાળી જમીન માં સરકારશ્રીનો હિત સમાયેલું હોય જાહેર હિતમાં માપની કરી હદ નિશાન નક્કી કરી માપનીશીટ રજૂ કરવા માટેનો હુકમ કલેકટર દ્વારા કરવામાં આવતા આજરોજ સરકારી ખર્ચે મામલતદાર કચેરી ફતેપુરા નામે ચાલતી સર્વે નંબર 334 જુનો સરવે નંબર 135. 2 ની જમીન ની માપણી કરવામાં આવેલ હતી જેની માપણી શીટ દસથી પંદર દિવસમાં કલેકટરશ્રી કચેરી અને મામલતદારશ્રી કચેરી રજૂ થવાની શક્યતાઓ છે