
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ.
ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર પ્રેરિત ભિતોડી પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ થી કોલેજ સુધીના 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
ફતેપુરા તાલુકાની ભીતોડીપ્રાથમિક શાળામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજવામાં આવી હતી.જેમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા પ્રપોસ્ટ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા દેશ વિદેશમાં અભ્યાસ કરી રહેલા ધોરણ પાંચ થી માંડીનેને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે દેશ,ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણકારી મેળવે તે માટે આ પરીક્ષા લેવામાં આવે છે.વિદ્યાર્થીઓ માટે દેશ, ધર્મ અને સંસ્કૃતિને લગતી જાણકારી મેળવી બાળકોમાં રાષ્ટ્ર ભાવના વિકસે, દેશભક્તો,દેશનેતાઓ,સંતો,કવિઓ ઋષિમુનિઓ વગેરેના જીવન ચરિત્ર વિશે જાણે અને તેમનામાંથી પોતાના જીવનમાં કંઈક બોધપાઠ મેળવે એ હેતુથી આ પરીક્ષા લેવામાં આવે છે. જેના ભાગરૂપે ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર પ્રેરીત ભીતોડી પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ થી કોલેજ સુધીના 100 વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહથી આ પરીક્ષા આપી હતી.આ પરીક્ષાથી પ્રત્યેક વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે રસ વધશે. અમૂલ્ય ધરોહરથી સ્વસ્થ,શાલીન, સ્વાવલંબી સભ્ય અને સમાજનિષ્ઠ યુવાનોની નવી પેઢી તૈયાર થશે. બાળકોમાં સંસ્કાર થાય અને બાળકો માતા-પિતા,વડીલો પ્રત્યે આદર અને સન્માનનો ભાવ રાખે એ માટે ગાયત્રી પરિવાર ખૂબ પ્રયત્ન કરી રહ્યું છે.જે બદલ ભીતોડી પ્રાથમિક શાળા ગણ દ્વારા ગાયત્રી શક્તિપીઠનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો.