
કોરોના કાળમાં ફતેપુરામાં ડી.જે વગાડવા મંજૂરી કેસ: વહીવટદારની ધરપકડ.
કલેક્ટરના જાહેરનામાનાની અવગણના કરી ડી.જે વગાડવા મંજુરી બાબતનો ઓડિયો વાયરલ થયો હતો.
તાલુકા ભાજપ પ્રમુખ અને ફતેપુરા તાલુકા સભ્ય સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો.
આરોપી કપિલ નહાર ૧૦ જૂન સુધી રિમાન્ડ પર: સીપીઆઇ
(પ્રતિનિધિ ) સુખસર,૮
કોરોના મહામારીને લઇ દાહોદ જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર દ્વારા ડી.જે પર પ્રતિબંધ બાબતનુ જાહેરનામું કરાયું હતું.પરંતુ ફતેપુરા પોલીસ મથકના વહીવટદાર ના નામે ડી.જે વગાડવા મંજૂરી આપવા ૧૫૦૦૦/- આપવા પડશે તેવી માગણી કરી હોવાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો. જે સંદર્ભે તેની પર ફતેપુરા પોલીસ દ્વારા કાયદેસરની ફરિયાદ દાખલ કરાઇ હતી.આ કેસમાં સી.પી.આઇ એમ.જી.ડામોર દ્વારા આરોપી કપિલ નહારની ધરપકડ કરવામાં આવી હતી. અને ફતેપુરા કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે ૧૦ જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.
ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ અને ફતેપુરા તાલુકા પંચાયતના સભ્ય તેમજ આરોપી કપિલ નહાર વચ્ચે કોરોના મહામારીમાં લોકડાઉનના સમયમાં ડી.જે પર પ્રતિબંધ હોવા છતાં કલેકટરના હુકમની અવગણના કરી ડી.જે વગાડવાનું ચાલુ રાખવા બાબતે કપિલ દ્વારા પોલીસને રૂપિયા પંદર હજાર આપવા પડશે તો મંજૂરી મળી જશે પૈસા ના આપે તો કાર્યવાહી કરાશે.તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી.જેમાં આવું કૃત્ય કરવા બાબતે તાલુકા ભાજપ પ્રમુખે વિરોધ નોંધાવ્યો હતો.અને કલેકટરના નિયમનું પાલન કરવા સૂચના આપી હતી. આ ઓડિયો વાયરલ ક્લિપની ઘટનાને લઇ જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.