
ફતેપુરા:-શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકામાં પશુઓમાં લંપી રોગના વાયરસ જોવા મળ્યા.
પશુ તબીબ ડોક્ટર સંગાડા દ્વારા ગામેગામ ફરી શંકાસ્પદ ઢોરોની સારવાર કરવામાં આવી રહી છે
ગુજરાત રાજ્યમાં પશુઓમાં લંપી રોગના વાયરસ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ત્યારે ફતેપુરા તાલુકો પણ તેમાંથી બાકાત રહેવા પામેલ નથી ફતેપુરા તાલુકામાં પશુઓમાં લંપી રોગના વાયરસ જોવા મળતા ફતેપુરા તાલુકાના પશુ ડોક્ટર હરકતમાં આવી આ રોગને દામી દેવા માટે ફળિયા ફળિયા ગામડે ગામડે પશુપાલન કર્મચારી અધિકારી ટીમ શંકાસ્પદ પશુઓની સારવાર કરી રહ્યા છે 11 જેટલા પશુઓમાં શંકાસ્પદ લંપી રોગના લક્ષણો જોવા મળતા તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવતા સુધારા પર હોવાનું પશુ ચિકિત્સા ડોક્ટર સંગાડા જણાવ્યું હતું અને લંપી રોગના લક્ષણો ગાય અને બળદમાં વધારે પડતા જોવા મળતા હોવાનું જણાવ્યું હતું તેમજ પશુઓ મા થતો લંપી રોગ મચ્છરોથી ફેલાય છે લંપી રોગના પશુ પર બેઠેલ મચ્છર બીજા પશુ ઉપર જઈને બેસતા આ રોગ તે પશુઓમાં પણ લંપી રોગ લાગતા લંપી રોગ ફેલાઈ જાય છે ગામડાઓમાં પશુઓ નજીક નજીક બાંધેલા હોવાથી આ રોગ વધુ પ્રમાણમાં ફેલાવવાની શક્યતા નકારી શકાય તેમ નથી