બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના કાળીયા પ્રાથમિક શાળા તથા રામદેવપીર ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.
સુખસર,તા.5
ફતેપુરા તાલુકાના કાળીયા પ્રાથમિક શાળા તથા રામદેવપીર ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આજરોજ શિક્ષક દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.તેમાં કાળીયા પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષભાઈ મકવાણા તથા રામદેવપીર ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય પ્રદીપ કુમાર ચૌહાણના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ શિક્ષક દિનની ભવ્ય રીતે ઉજવણી કરી હતી.તેમાં શાળામાં ભણતા વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ દ્વારા એક દિવસ માટે શાળાના બાળકોનું શૈક્ષણિક કાર્ય સંભાળવામાં આવ્યું હતું.
આજરોજ 5 મી સપ્ટેમ્બરના રોજ ફતેપુરા તાલુકાની પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓમાં શિક્ષક દિન તરીકે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ શાળાના બાળકોને ભણાવવા અને શૈક્ષણિક કાર્ય સંભાળવા ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.તેમ જ પ્રાથમિક તથા માધ્યમિક શાળાના આચાર્યો દ્વારા ડિજિટલ શિક્ષણમાં વિદ્યાર્થીઓએ સ્માર્ટ બોર્ડની મદદથી વિદ્યાર્થીઓને અલગ-અલગ સમજણ આપવામાં આવી હતી.આમ કાળીયા પ્રાથમિક શાળા તથા રામદેવપીર ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ શાળામાં ભણતા બાળકોને શિક્ષણકાર્ય પૂરું પાડ્યું હતું.