
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા નગરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
રાત્રિના બાર કલાકે માટલી ફોડ કાર્યક્રમ રાખી શ્રીકૃષ્ણનો જન્મદિન ઉજવાયેલ હતું
ફતેપુરા તા.20
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ શ્રી રામજીનું મંદિર માતાજીનું મંદિર તેમજ શંકર ભગવાન મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી ઢોલ નગારા ના તાલે આનંદપૂર્વક ઉત્સાહભેર કરવામાં આવેલ છે નગરના મધ્યમાં આવેલા ત્રણેય ભગવાનના મંદિરમાં રાત્રિના 12 કલાકે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે ગ્રામજનોએ ભેગા મળી માટલી ફોડ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જય શ્રી કૃષ્ણના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિપૂર્વક બનાવી દેવામાં આવ્યો હતો રાત્રિના 12 કલાકે શ્રીકૃષ્ણનો જન્મદિન હોય મંદિરોને લાઇટો અને ડેકોરેશનથી સજાવી દેવામાં આવેલ હતી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં સંપન્ન થયેલું હતું પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો