
શબ્બીરભાઈ સુનેલવાલા :-ફતેપુરા
ફતેપુરા તાલુકો કક્ષાનો સ્વતંત્ર દિનની ઉજવણી આફવા ગામે કરવામાં આવી
નાયબ મામલતદાર પુરવઠા એસ એમ ચૌધરીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
ગામના વિકાસ માટે સરપંચ ને પાંચ લાખનો ચેક ઇનાયત કરવામાં આવ્યો
ફતેપુરા તા.15
76 માં સ્વતંત્ર દિનની ફતેપુરા તાલુકાના આફવા ગામે તાલુકા કક્ષાની ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો આ દવાજ વંદના કાર્યક્રમમાં ફતેપુરા નાયબ મામલતદાર પુરવઠા શ્રી એસએમ ચૌધરી ધ્વજને સલામી આપેલ હતી આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી જગતસિંહ ઠાકોર દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી શંકરભાઈ આંબલીયા આફવા ગામના સરપંચ શ્રી જિલ્લા પંચાયતના સભ્ય શ્રી તેમજ તાલુકા પંચાયતના સભ્ય શ્રી શાળાના બાળકો પોલીસ સ્ટાફ કર્મચારી ગણ તથા ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા શ્રી એસએમ ચૌધરીએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરેલું હતું તેમજ અફવા ગામના સરપંચ શ્રી ને ગામના વિકાસના કાર્ય માટે સરકારશ્રી દ્વારા રૂપિયા પાંચ લાખનો ચેક ઇનાયત કર્યો હતો.