
ફતેપુરા,શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના સરપંચ શ્રી તાલુકાવિકાસ અધિકારી તેમજ મામલતદાર શ્રી ને આપેલ આવેદનપત્ર.
મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને આપેલ આવેદનપત્ર.
તલાટી કમ મંત્રીશ્રીના પડતર પ્રશ્નો અંગે તાત્કાલિક નિરાકરણ લાવવા બાબતે આપેલ આવેદનપત્ર.
ફતેપુરા તાલુકાના સરપંચશ્રીઓએ ભેગા મળીને આજરોજ તાલુકા પંચાયતે આવીને તાલુકા વિકાસ અધિકારી શ્રી જગતસિંહ ઠાકોરને તેમજ મામલતદાર કચેરીમાં આવીને નાયબ મામલતદાર શ્રી પુરવઠા એસ.એમ ચૌધરીને મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને આવેદનપત્ર રજુ કરેલું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર તલાટી કમ મંત્રીશ્રીઓના પડતર પ્રશ્નો અંગે તાત્કાલિક નિરાકરણ લાવવા બાબતનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજ્ય વ્યાપી તલાટી કમ મંત્રીશ્રીના હડતાલને પગલે ફતેપુરા તાલુકાના સમગ્ર તલાટી કમ મંત્રીશ્રીઓ હડતાલમાં જોડાત તલાટી કમ મંત્રીશ્રીઓને લગતી તમામ કામગીરી ઠપ થઈ જતા ગ્રામજનોને ઘણા બધા કામો માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સરકારી યોજનાઓ તથા વિકાસના કામો ખોરંભે પડેલ છે અરજદારો તથા લાભાર્થીઓ અમારી સમક્ષ પડતી મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરવા માટે આવતા હોય છે જેથી તલાટી કમ મંત્રીશ્રીઓને પડતર પ્રશ્નો અંગેનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી ને આવેદનપત્ર રજૂ કરેલ છે