
ફતેપુરા ,શબ્બીરભાઈ સુનેલવાલા
જાગૃતિ કન્યા વિદ્યાલય માં લોકશાહી ઢબે જી એસ ની ચૂંટણી યોજાઈ
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે આજરોજ શાળા પંચાયત ની જનરલ સેક્રેટરી નીચૂંટણી લોકશાહી ઢબે યોજવામાં આવેલી હતી તેમાં મછાર શિલ્પાબેન ભુંડાભાઈ સૌવથી વધારે 350 મત મેળવી જનરલ સેકરેટરી(જી. એસ. )તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે કટારા આશાબેન પ્રવીણભાઈ 293 મત મેળવી ઉપ જી. એસ. તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા કરવામાં વિજેતા જાહેર થયેલ જીએસ અને ઉપ જીએસ ને શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા જ્યારે વિદ્યાર્થીઓએ એક બીજા ને ગુલાલ ઉડાડીને ખુશી વ્યક્ત કરી હતી આ ચૂંટણી નાં ચુંટણી અધિકારી શ્રી આર. પી. પટેલ સમગ્ર ચુંટણી નું સંચાલન કર્યું હતું અને શાળા નો સમગ્ર સ્ટાફ આ ચુંટણી તરીકે ફરજ બજાવી હતી.