Tuesday, 16/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના કાળીયા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બાળકોને પ્રવેશ અપાયો.

June 25, 2022
        2050
ફતેપુરા તાલુકાના કાળીયા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બાળકોને પ્રવેશ અપાયો.

 બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના કાળીયા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બાળકોને પ્રવેશ અપાયો.

આંગણવાડી તથા ધોરણ એક માં પ્રવેશ મેળવતા બાળકોને ગામના મુખ્ય મહેમાનોના હસ્તે નોટબુક,પેન,દફતર આપી શૈક્ષણિક ક્ષેત્રના પહેલા પગથીયે આવકારવામાં આવ્યા.

ઉપસ્થિત ગ્રામજનો સહિત બાળકોને સી.આર.સી હેમાભાઈ ડામોર દ્વારા સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ વચ્ચેના તફાવતની સમજ આપવામાં આવી.

સુખસર,તા.25

ગુજરાત સરકાર દ્વારા 25 જુન તથા 26 જુન-2022 દરમિયાન કન્યા કેળવણી મહોત્સવની અને શાળા પ્રવેશોત્સવ-2022-23ની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં તે અંતર્ગત આજરોજ કાળીયા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે શાળા પરિવાર તથા મહાનુભાવો અને ગ્રામજનોની હાજરીમાં આંગણવાડી તથા ધોરણ 1 માં પ્રવેશ મેળવતા બાળકોને મુખ્ય મહેમાનોના હસ્તે પ્રવેશ મેળવતા બાળકોને નોટબુક,પેન, દફતર આપી બાળકોને જિંદગીમાં શૈક્ષણિક ક્ષેત્રના પહેલા પગથીયે પગરવ માંડતા કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

     જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કાળીયા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં આજરોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2022-2023 અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત શાળામાં ભણતી બાળકીઓ દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી.જેમાં કાર્યક્રમનું સંચાલન શાળાના આસિસ્ટન્ટ શિક્ષક કલ્પેશકુમાર કે.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.કાળીયા પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષભાઈ મકવાણા દ્વારા ગામના આગેવાનો સહિત ઉપસ્થિત વાલીગણને શાબ્દિક રીતે સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા.જ્યારે સી.આર.સી હેમા ભાઇ બી. ડામોર દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને જણાવ્યું હતું કે,તમારા બાળકો શાળામાં ભણવા આવે છે જેઓનું ધ્યાન શિક્ષકો તો રાખતા જ હોય છે.પરંતુ વાલીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ કે પોતાનું બાળક આજે શાળામાંથી શું શીખ્યુ છે?એટલું જ ધ્યાન રાખશો તો આપનું બાળક ભણવામાં હોશિયાર થશે સાથે-સાથે શિક્ષકોને વધુ સારી રીતે શિક્ષણ આપવાની ઉત્કંઠા જાગશે અને શૈક્ષણિક ક્ષેત્રમાં બાળક ક્યારેય પાછળ રહેશે નહીં.તદ્ઉપરાંત ખાનગી તથા પ્રાથમિક શાળાઓ વચ્ચેના ભેદની સમજણ આપવામાં આવી હતી.તેમજ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઓ.એન.જી.સી ના વીરસીંગભાઇ વી.મછાર તથા તેમની ટીમ દ્વારા શાળામાં ભણતા બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવે છે.તેનું પણ આજ રોજ કાર્યક્રમ દરમ્યાન શાળાના આચાર્ય શૈલેષભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું છે.

         કાર્યક્રમ દરમિયાન કાળીયા પ્રાથમિક શાળામાં ભણતી શિવાનીબેન દિનેશભાઈ મછાર દ્વારા દેશમાં યોજાઇ રહેલ આઝાદીકા અમૃત મહોત્સવ બાબતે બાળકો, શિક્ષકો સહિત ઉપસ્થિત ગ્રામજનો સમક્ષ વ્યક્તવ્યમાં ખૂબ સારી રીતે સમજ આપી હતી.જ્યારે પ્રેરક ઉદબોધનમાં રામદેવપીર માધ્યમિક શાળાના આચાર્ય પ્રદીપભાઈ ચૌહાણ દ્વારા જણાવ્યું હતું કે,અમો શિક્ષકો અહીંયાના સ્થાનિક નથી.પરંતુ અમો અમારૂ પોતાનું ગામ સમજી બાળકો- વિદ્યાર્થીઓને શિક્ષણ આપીએ છીએ. અને તે અમારી ફરજ પણ છે.આગાઉ ની સ્થિતિએ થોડા વર્ષોથી કાળીયા ગામમાં પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં અપાતા શિક્ષણમાં ખૂબ સારો સુધારો થયો છે.અને હજી આવતા વર્ષોમાં શૈક્ષણિક ક્ષેત્રે સંપૂર્ણ સુધારો થાય તેવા અમારા પ્રયત્નો ચાલુ રહેશે.

જ્યારે ગામના સ્થાનિક અને શાળાના નિવૃત્ત આચાર્ય વાલમભાઈ કે.મછાર દ્વારા જણાવ્યું હતું કે,જે રીતે સરકારી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે તેવું શિક્ષણ ખાનગી શાળાઓમાં મળતું નથી.ત્યારે સરકાર સંચાલિત શાળાઓમાં શિક્ષણ મેળવી સફળતાના સોપાનો સર કરવા જોઈએ.કાર્યક્રમના અંતે તાલુકા પંચાયત સભ્ય કમળાબેન મછાર દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જ્યારે કાર્યક્રમ પૂર્ણ થતા કાળીયા પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!