
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે વાગ્ધારા સંસ્થા દ્વારા બ્લોક સ્તરીય જનજાતિ વિકાસ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઇ.
વાગ્ધારા સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી ત્રણ ગતિવિધિઓ સાચુ સ્વરાજ,સાચું બચપણ તથા સાચી ખેતી વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી.
સુખસર,તા.18
આજરોજ વાગ્ધારા સંસ્થા દ્વારા સુખસર મુકામે બ્લોક સ્તરીય જનજાતિ વિકાસ સમિતિની ત્રિમાસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગધારા સંસ્થાના પરીયોજના અધિકારી ગીરીશભાઈ પટેલ દ્વારા સુખસરની આજુબાજુના ગામોમાંથી આવેલ સદસ્યોનું સ્વાગત કરી વાગધારા સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી ત્રણ ગતિવિધિ જેમ કે સાચું સ્વરાજ,સાચું બચપણ અને સાચી ખેતી બાબતે વિસ્તાર પૂર્વક જાણકારી આપી હતી.વાગ્ધારા સંસ્થાના પરી યોજના અધિકારી બાબુલાલ ચૌધરી દ્વારા વર્તમાનમાં ચાલતી તમામ સરકારી યોજનાઓ વિશે વિસ્તાર પૂર્વક જાણકારી આપી હતી જ્યારે વાગ્ધારા સંસ્થાના ટીમ લીડર પ્રશાંત કુમારે વર્તમાનમાં ખેતીવાડી અને વરસાદને ધ્યાનમાં રાખી ઉપસ્થિત તેમજ અનુઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓને દેશી છાણિયુ ખાતર વાપરવા અને ઘર ઉપયોગમાં લેવાતું અનાજ તથા શાકભાજી આદિ આવશ્યકતા અનુસાર દેશી ખાતરનો ઉપયોગ કરીને અનાજ પેદા કરવા અને ઘર ઉપયોગમાં લેવા માટે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વાગ્ધારા સંસ્થાના સહજકર્તા સરસ્વતીબેન પારગી તથા રમેશભાઇ કટારા અને સ્વરાજ મિત્ર વીરસિંગભાઈ પારગી,ભુરસિગ ભાઈ બારીયા,રમેશભાઈ મકવાણા અને તેરસીંગભાઈ બારીયાએ પણ ભાગ લીધો હતો.