Thursday, 25/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના હડમત ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તથા સરપંચ દ્વારા મનસ્વી રીતે ગ્રામસભાનું આયોજન કરતાં ડીડીઓને રજૂઆત.

June 10, 2022
        2059
ફતેપુરા તાલુકાના હડમત ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તથા સરપંચ દ્વારા મનસ્વી રીતે ગ્રામસભાનું આયોજન કરતાં ડીડીઓને રજૂઆત.

બાબુ સોલંકી, સુખસર

 

ફતેપુરા તાલુકાના હડમત ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તથા સરપંચ દ્વારા મનસ્વી રીતે ગ્રામસભાનું આયોજન કરતાં ડીડીઓને રજૂઆત.

 

9 જૂનના રોજ યોજાયેલ ગ્રામસભામાં ગ્રામજનોની રજૂઆત સાંભળ્યા વિના,નિરીક્ષકની ગેરહાજરીમાં સરપંચ તથા તલાટી કમ મંત્રી દ્વારા સભાનું આયોજન કરતાં રજૂઆત કરાઈ.

 

ગ્રામજનોએ નરેગા યોજનાની કામગીરી માટે ઠરાવ કરવાનું જણાવતા માજી સરપંચના પતિ દ્વારા તાલુકા પંચાયતમાં ઠરાવ કરવામાં આવતો હોવાનું જણાવ્યું.

 

 

સુખસર,તા.10

      ફતેપુરા તાલુકાના હડમત ખાતે 9 જૂનના રોજ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાજર ગ્રામજનોની રજૂઆત સાંભળ્યા વિના પ્રજાલક્ષી કામગીરીની નોંધ નહીં લઈ તલાટી કમ-મંત્રી તથા સરપંચ દ્વારા પોતાની મરજી મુજબ નિરીક્ષકની ગેરહાજરી માં અને માજી સરપંચના પતિના મનસ્વી પણા હેઠળ સભાનું સંચાલન કરતા તેની દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

    પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના હડમત ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ગ્રામસભામાં હાજર રહેલા ગ્રામજનોની રજૂઆત સાંભળ્યા વિના તલાટી કમ-મંત્રી અને સરપંચ દ્વારા પોતાની મરજી મુજબ નિરીક્ષકની ગેરહાજરીમાં સભાનું સંચાલન કરવા બાબતે આક્ષેપ કરવામાં આવ્યો છે. અને જણાવવામાં આવ્યું છે કે, બપોરના બે વાગ્યાના સમયે યોજાયેલ ગ્રામસભામાં ચૂંટાયેલા સભ્યો સહિત આશરે 30 જેટલા ગ્રામજનો હાજર રહ્યા હતા.અને નરેગા યોજના હેઠળના કેટલ શેડ,જમીન લેવલીંગ અને સિંચાઇ માટેના કુવાના બાંધકામ માટે તલાટી કમ-મંત્રી જે.ડી પટેલ તેમજ હડમત ગ્રામ પંચાયતના સરપંચ સુમિત્રાબેન ચારેલની હાજરીમાં ગ્રામજનોએ નરેગા યોજનાના ઠરાવ અંગે રજૂઆત કરી હતી.પરંતુ તલાટી કમ-મંત્રી તથા હડમત ગ્રામ પંચાયતના માજી સરપંચના પતિ હાલાભાઈ ચારેલ દ્વારા ગ્રામજનોને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે,નરેગા કામોના ઠરાવો હવેથી તાલુકા પંચાયત કચેરી ફતેપુરા દ્વારા કરવામાં આવે છે.ગ્રામ પંચાયતમાં તલાટી કે સરપંચની કામગીરીમાં કોઈપણ જાતના ઠરાવો આવતા નથી માટે ફતેપુરા તાલુકા પંચાયતમાં ઠરાવ માટે જાઓ તેવું જણાવવામાં આવેલ હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.અને જણાવ્યું છે કે,હડમત ગ્રામ પંચાયત ના સરપંચ હાજર હોવા છતાં મહિલા સરપંચના બદલે એસપી એ વહીવટ કરેલ હતો.જેથી સરપંચ વિરુદ્ધ નોટિસ આપી કાર્યવાહી કરવા પણ જણાવવામાં આવ્યું છે.તેમજ ઠરાવ બુકમાં પ્રજાલક્ષી કોઇપણ કામની નોંધ લેવાઈ નથી.તો તે બાબતે પણ તલાટી કમ-મંત્રી નું ધ્યાન દોરી ઘટતી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.તેમજ હડમત ગ્રામસભાના સંચાલનનું જરૂર પડે રેકોર્ડિંગ પણ રજુ કરવા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા તથા જિલ્લા વિકાસ અધિકારી દાહોદને રજૂઆત કર્તાઓએ જણાવ્યું હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!