
ફતેપુરા:- શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા મામલતદાર શ્રી દ્વારા એન.એફ.એસ.એ કાર્ડ ધારકોને જાહેર અપીલ કરવામાં આવી છે.
ફતેપુરા તાલુકા મામલતદાર શ્રી પી.ઍન પરમાર દ્વારા જાહેર કરવામાં આવે છે કે સરકાર શ્રી ના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રા બ્રા વિભાગ ગાંધીનગરના તારીખ 13 10 2020 ના ઠરાવ ક્રમાંક પીડીએસ 10 2013 2368 પા ફા 1 ક 4 ની જોગવાઈ મુજબ રેશન કાર્ડ વિતરણ કરવામાં આવતું અનાજ એ ફક્ત ગરીબો માટે ની યોજના છે નીચે પૈકી કોઇપણ એક અથવા વધારે બાબત ધારણ કરનારને એન એફ એસ એ યોજનાનો લાભ મળવાપાત્ર નથી આવા કાર્ડ ધારકોએ તારીખ 31 6 2022 સ્વેચ્છાએ એન એફ એસ એ યોજના અંતર્ગત પોતાનું રેશનકાર્ડ આ યોજનામાં થી સ્વેચ્છાએ કમી રદ કરવા માટે મામલતદાર કચેરી પુરવઠા શાખા માં રૂબરૂ સંપર્ક કરવા નો રહેશે નહીતો તારીખ 31 6 2022 પછી ઝુંબેશ રૂપે તપાસ હાથ ધરી તપાસ દરમિયાન સુખાકારી હોવાના પુરાવા માલુમ પડશે તો વહીવટી તંત્ર દ્વારાકાયદેસરની તેમજ ફોજદારી ગુનો દાખલ કરવાની ફરજ પડશે જે જાહેર અપીલ દ્વારા જનતાને ખાસ નોંધ લેવા અપીલ કરવામાં આવેલ છે