
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના કંથાગર ગામેં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી તેમજ અવાર નવાર હેરાનગતિ ત્રાસેલા ઈસમેં પોલીસ મથકના દ્વાર ખટખટાવ્યા…
કંથાગર ગામના એક ઇસમને વ્યાજખોર પાસેથી એક લાખ લીધા બાદ દોઢ ગણું ચૂકવ્યું છતાંય વ્યાજખોર દ્વારા અવાર નવાર ઉઘરાણી કરવામાં આવતી હતી..
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લામાં ગેરકાયદે વ્યાજનો ધંધો કરતાં મોટા માથાઓ તેમજ માથાભારે તત્વોનો દિનપ્રતિદિન ત્રાસ વધવા માંડ્યો છે ત્યારે વધુ એક વ્યાજખોરના ત્રાસથી એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંથાગર ગામે ૧ લાખ વ્યાજે આપ્યાં બાદ મુડી સહિત વ્યાજ મળી કુલ રૂા. ૧,૪૮,૫૦૦ વ્યક્તિએ ચુકવી દીધાં બાદ પણ વ્યક્તિના ઘરે જઈ ઉઘરાણી કરી ધાકધમકીઓ અપાતા વ્યાજખોરના ત્રાસથી વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ફતેપુરા તાલુકાના કંથાગર ગામે ઉસરા ફળિયામાં રહેતાં ચંદુભાઈ રામાભાઈ નિનામાએ તારીખ ૧૪મી મેના રોજ ગામમાં રહેતાં રાયસીંગભાઈ વાલાભાઈ મછાર પાસેથી વ્યાજે રૂા. ૧,૦૦,૦૦૦ લીધાં હતાં ત્યાર બાદ ચંદુભાઈના ઘરે ચાંદલા વિધિ હોઈ ચાંદલામાં પડેલ રૂા. ૧,૪૩,૧૦૩ રાયસીંગભાઈ ચંદુભાઈના ઘરેથી આવી લઈ ગયાં હતાં ત્યારે ચાંદલાના રૂપીયામાંથી ચંદુભાઈએ રાયસીંગભાઈ પાસેથી ૨૫,૦૦૦ માંગતાં રાયસીંગભાઈએ ૪૦,૦૦૦ આપ્યાં હતાં અને માસીક ૧૦ ટકા લેખે વ્યાજ લેવાનું જણાવી ચંદુભાઈ પાસેથી ૧,૪૮,૫૦૦ વ્યાજ સહિત લઈ લીધાં હતાં તેમ છતાંય પૈસાની અવાર નવાર ઉઘરાણી કરી ચંદુભાઈના ઘરે આવી સતામણી કરી રાયસીંગભાઈએ ૨,૮૦,૦૦૦ માંગુ છું, તેમ કહી રાયસીંગભાઈ તથા તેમની સાથેના મહેશભાઈ રાયસીંગભાઈ મછાર બંન્ને જણા ચંદુભાઈને હેરાન પરેશાન કરતાં વ્યાજખોરના ત્રાસથી પરેશાન ચંદુભાઈ રામાભાઈ નિનામાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.