
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકામાં ઓ.એન.જી.સી એસ.સી,એસ.ટી કર્મચારી એસોસિએશન અમદાવાદ દ્વારા મફત નોટબુકોનું વિતરણ કરાયું.
ઓ.એન.જી.સી અમદાવાદ દ્વારા એસ.સી,એસ.ટી કોમોનન્ટ પ્લાન ફંડ વર્ષ-2021-22 માંથી પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લામાં 70 થી વધુ શાળાઓને નોટબુકો વિતરણ કરાઈ.
સુખસર,તા.25
દર વર્ષની જેમ ચાલુ વર્ષે ઓ.એન.જી.સી એસ.સી,એસ.ટી કર્મચારી એસોસિએશન અમદાવાદ દ્વારા ગરીબ પરિવારોમાંથી આવતા એસ.સી અને એસટી વિદ્યાર્થીઓને મફત નોટબુકનું વિતરણ ત્રણ દિવસ સુધી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.જેમાં પંચમહાલ-દાહોદ તથા મહિસાગર જિલ્લામાં આવેલી 70 થી વધુ શાળાઓમાં ભણતા આદિવાસી વિદ્યાર્થીઓને મફત નોટબુકનું વિતરણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઓએનજીસી અમદાવાદ અને એસ.સી એસ.ટી કર્મચારી એસોસિએશન અમદાવાદ શાખા તરફથી આવેલ વિજયભાઈ મણિયારા સેક્રેટરી વીવી મસાર વાઇસ ચેરમેન દિનેશભાઈ બારિયા અને ડી.વી.સોલંકી એક્ઝુક્ટિવ મેમ્બર્સ એસ.સી એસ.ટી કોમોનન્ટ પ્લાન ફંડ વર્ષ 2021-22માંથી પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લામાં આવેલી 70 થી વધુ શાળાઓમાં ભણતા આદિવાસી વિદ્યાર્થીઓને મફત નોટબુકોનું વિતરણ તારીખ 24/5/ 2022 થી 26/5/2022 ત્રણ દિવસ સુધી કરવામાં આવનાર છે.શિક્ષણને આદિવાસી સમાજમાં પ્રોત્સાહિત કરવા માટેના આ શૈક્ષણિક યજ્ઞમાં તમામ લાભાર્થી શાળાઓના આચાર્યો અને શિક્ષકોનો નિસ્વાર્થ સહકાર મળી રહ્યો છે.જ્યારે આજરોજ 25/5/ 2022 ના રોજ ફતેપુરા તાલુકાની શાળાઓમાં મુલાકાત લઇ નોટબુકોનુ વિતરણ કરવામાં આવ્યું હતું.