
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના કાળીયા વલુડા આંગણવાડી કેન્દ્ર ખાતે માસિક પિરિયડ સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી
સી.ડી પી.ઑ. કોમલબેન દેસાઈએ કિશોરીઓને માસિક પિરિયડ દરમિયાન સ્વચ્છતા માટેની માહિતી આપવામાં આવી હતી
ફતેપુરા તા.28
૨૮મી મેં વિશ્વ માસીક પિરિયડ સ્વચ્છતા દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવતી હોય છે ફતેપુરા તાલુકાના કાલીયા વલુડા આંગણવાડી કેન્દ્ર પર ફતેપુરા cdpo મેડમ કોમલ બેન દેસાઈ અધ્યક્ષતામાં માસિક પિરિયડ સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં cdpo અધિકારી મેડમ કોમલ બેન દેસાઈ દ્વારા હાજર રહેલ કિશોરીઓને માસિક પિરિયડ દરમિયાન જરૂરી માહિતી શું કાળજી રાખવી જેવીકે સેનેટરી પેડ સાથે રાખો જરૂરિયાતની ચીજવસ્તુઓ ની કિટમાં સેનેટરી પેડ નો સમાવેશ કરો દીકરી મહિલાઓને સ્વસ્થ અને સલામત રાખો સેનેટરી પેડ નો ઉપયોગ કરવા બાદ ઉપયોગ કરવા બાદ તેનો યોગ્ય નિકાલ કરવો માનસિક રીતે સલામત રહો વગેરેની વિગતવાર સંપૂર્ણ જાણકારી કિશોરી બહેનો ને આપવામાં આવેલ હતી